Maiden Pharma વિવાદ : હવે મહારાષ્ટ્ર સરકારે દવાઓ પરત કરી, તપાસના આપ્યા આદેશ

|

Oct 13, 2022 | 4:43 PM

મહારાષ્ટ્ર FDA એ તમામ કફ સિરપ, એક્સિપિયન્ટ્સ અથવા સોલવન્ટ્સ અને લિક્વિડ ઓરલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે જે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવે છે. તપાસમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ઔદ્યોગિક ગ્રેડના સોલવન્ટનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે, અને જો નહીં, તો શા માટે કરવામાં આવ્યું નથી?

Maiden Pharma વિવાદ : હવે મહારાષ્ટ્ર સરકારે દવાઓ પરત કરી, તપાસના આપ્યા આદેશ
Maiden Pharma

Follow us on

ગાંબિયાની કફ સિરપની ઘટના બાદ મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે મોટું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવેલ તમામ સિરપ મહારાષ્ટ્ર રાજ્યમાંથી કંપનીને પરત મોકલવાનો આદેશ આપ્યો છે. આ કંપનીના કફ સિરપથી ગાંબિયામાં એક મોટી ઘટના સામે આવી છે અને અહેવાલો અનુસાર, કફ સિરપ પીવાથી ઘણા બાળકોના મોત થયા છે. આ કંપની હરિયાણાથી ચાલે છે. ગાંબિયાની ઘટના બાદ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મહારાષ્ટ્રમાં બનેલા તમામ સિરપની તપાસના આદેશ આપ્યા છે. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર FDA એ તમામ કફ સિરપ, એક્સિપિયન્ટ્સ અથવા સોલવન્ટ્સ અને લિક્વિડ ઓરલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે જે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવે છે. તપાસમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ઔદ્યોગિક ગ્રેડના સોલવન્ટનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જો કંપનીઓ ફાર્મા ગ્રેડ સોલવન્ટનો ઉપયોગ કરતી નથી તો શા માટે? આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં દવાઓનું પરીક્ષણ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં કુલ 250 કફ સિરપના ઉત્પાદન એકમો છે. આ તમામ કંપનીઓમાં બનેલા કફ સિરપની તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ 31 ઓક્ટોબર સુધીમાં સબમિટ કરવાનો રહેશે. જોકે કંપનીઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ તહેવારોની સિઝન પણ ચાલી રહી છે, તેથી રિપોર્ટમાં વિલંબ થઈ શકે છે. એફડીએ એ તમામ ઉત્પાદનોનું પરીક્ષણ કરાવશે જેમાં ફાર્મા ગ્રેડ સોલવન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સીરપમાં અન્ય કયા એક્સિપિયન્ટ્સ ઉમેરવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવશે.

કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો
રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?

મહારાષ્ટ્ર FDA એ સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓની સિરપમાં ફાર્મા ગ્રેડના સોલવન્ટ્સ ન હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગની સમગ્ર કામગીરી 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની છે. ગામ્બિયામાં બનેલી ઘટના બાદ સરકાર આ મામલે ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

શું છે મેઇડન ફાર્માનો મામલો

ધ ગેમ્બિયાને મોકલવામાં આવેલ મેઇડન ફાર્માના કફ સિરપમાં ગંભીર ફરિયાદો મળી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ કંપનીની કફ સિરપ પીવાથી ઘણા બાળકોના મોત થયા છે. સપ્ટેમ્બરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી હતી કે મેઇડન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપમાં જરૂરી સ્તરો કરતાં વધુ માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ હોય છે. આ બે કેમિકલની માત્રા વધુ હોવાને કારણે શરીરમાં ટોક્સિનનું સ્તર વધી શકે છે અને કિડનીને પણ નુકસાન થઈ શકે છે.ગેમ્બિયાની ઘટના અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ અનેક સરકારો એક્શનમાં આવી છે. રાજ્ય સરકારોના FDA વિભાગને તમામ કફ સિરપની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઇડન ફાર્મા ઉપરાંત અન્ય કંપનીઓના કફ સિરપની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Article