Maharashtra: જ્યારે મર્સીડીઝના CEOની ગાડી પૂણેના ટ્રાફિક જામમાં ફસાઈ ત્યારે એક ઓટો રીક્ષા જ કામ લાગી

|

Oct 01, 2022 | 8:35 AM

માર્ટિન શ્વાંકે તે ઓટો રિક્ષાનો ફોટો પણ શેર કર્યો છે. ફોલોઅર્સ તેને પૂછે છે કે તેને આ અનુભવ કેવો લાગ્યો. માર્ટિનની આ પોસ્ટ પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે પરિસ્થિતિ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી પણ બદલવી પડે છે.

Maharashtra: જ્યારે મર્સીડીઝના CEOની ગાડી પૂણેના ટ્રાફિક જામમાં ફસાઈ ત્યારે એક ઓટો રીક્ષા જ કામ લાગી
Mercedes CEO(File Image )

Follow us on

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે જ્યાં તલવાર (Sword) કામ નથી કરી શકતી ત્યાં એક નાની સોય કામ કરી જાય છે. આ વાત મર્સીડીઝ(Mercedes ) બેન્ઝના સીઈઓ માટે સાચી સાબિત થઈ હતી. કારણ કે પૂણે જેવા શહેરના ટ્રાફિક જામમાં જ્યારે તેમની આ લક્ઝ્યુરિસ ગાડી ફસાઈ હતી, ત્યારે બીજું કોઈ વાહન નહીં પણ અહીંનું લોકલ વાહન રીક્ષા જ તેમને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં કામ લાગી હતી.

પ્રખ્યાત ભજન ગાયક અનૂપ જલોટાએ ગાયેલું એક ભજન તમે સાંભળ્યું જ હશે કે, ‘ક્યારેક ભગવાનને પણ ભક્તોનું કામ પડી જાય છે. જો કે આ ભજનનો આ સમાચાર સાથે સીધો કોઈ સંબંધ નથી. તેમ જ આ સમાચાર પણ અહીં ભગવાન સાથે સંબંધિત નથી. અહીં વાત એક અમીર વ્યક્તિની વાત છે. મહારાષ્ટ્રના પૂણે શહેરમાં જ્યારે ટ્રાફિક જામ હતો ત્યારે મર્સિડીઝ બેન્ઝના સીઈઓ માર્ટિન શ્વાંકને કાર છોડીને ઓટો રિક્ષામાં મુસાફરી કરવી પડી હતી. એટલે કે, તેનું એસ-ક્લાસ વાહન અહીં કામ કરતું ન હતું,  જેથી તેમને રિક્ષાની મુસાફરી કરી પડી અને મર્સીડીઝ છોડીને એક ઓટો રિક્ષા તેમને ગંતવ્ય સ્થાને લઈ ગઈ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એનો મતલબ એ થાય છે કે જ્યાં સોય કામ કરે છે ત્યાં તલવાર કામ કરતી નથી. માર્ટિન શ્વાંક મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના સીઈઓ છે. તેઓ પૂણેમાં ટ્રાફિક જામમાં ફસાયા હતા. તે તેમના એસ-ક્લાસ વાહનમાં જઈ રહ્યા હતા, પરંતુ ટ્રાફિક જામના કારણે આગળ વધી શક્યા ન હતા અંતે, તેણે પોતાની કાર છોડીને વધુ મુસાફરી કરવા માટે ઓટો રિક્ષા લેવી પડી.

મર્સિડીઝ ધીમી પડી ત્યાં ઓટોએ ઝડપ પકડી

માર્ટિન શ્વાંકે આ ઘટનાને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે મારે કારમાંથી ઉતરવું પડ્યું. થોડાક કિલોમીટર ચાલ્યા બાદ તે ઓટો રિક્ષા પકડીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં સફળ રહ્યો હતો. માર્ટિન શ્વાંકે તે ઓટો રિક્ષાનો ફોટો પણ શેર કર્યો છે. ફોલોઅર્સ તેને પૂછે છે કે તેને આ અનુભવ કેવો લાગ્યો. માર્ટિનની આ પોસ્ટ પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે પરિસ્થિતિ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી પણ બદલવી પડે છે.

જુઓ પોસ્ટ :

Published On - 8:34 am, Sat, 1 October 22

Next Article