Maharashtra Weather: મહારાષ્ટ્રમાં ઠંડીનુ મોજુ, તાપમાનનો પારો હજુ ગગડશે, IMDએ મુંબઈ માટે આપી આ ખાસ ચેતવણી

|

Jan 24, 2022 | 10:31 PM

મુંબઈમાં આજે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી કેટલાક દિવસો સુધી અહીં સરેરાશ 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની સંભાવના છે.

Maharashtra Weather: મહારાષ્ટ્રમાં ઠંડીનુ મોજુ, તાપમાનનો પારો હજુ ગગડશે, IMDએ મુંબઈ માટે આપી આ ખાસ ચેતવણી
For the next few days, the cold will increase in Maharashtra

Follow us on

મહારાષ્ટ્રમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ તીવ્ર ઠંડીની લહેર (Cold Wave) છે. હવામાન એ રીતે ઝડપથી બદલાઈ રહ્યું છે કે, ગમે ત્યારે, ગમે ત્યા કોઈ પણ કારણ વગર તાપમાન ઘટવા લાગે છે, કમોસમી વરસાદ શરૂ થઈ જાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ હવે વધુ એક ચેતવણી જાહેર કરીને ચિંતા વધારી દીધી છે. આઈએમડી અનુસાર, આગામી કેટલાક દીવસો સુધી તાપમાનનો પારો હજુ ગગડશે (Maharashtra Weather) એટલે કે ઠંડીનું જોર વધશે. એટલા માટે આઈએમડીએ લોકોને સતર્ક અને સાવચેત રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આ સાથે 25 અને 26 જાન્યુઆરીએ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં રવિવારથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. સોમવારે સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. લોકોએ વાહનો ચલાવતી વખતે દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડી હતી. મુંબઈમાં આજે (24 જાન્યુઆરી, સોમવાર) સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બીજી તરફ કોલાબામાં 24.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી કેટલાક દિવસો સુધી અહીં સરેરાશ 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની અપેક્ષા છે. મુંબઈની હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. સફર (SAFAR) એપમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 450 (PM-10) દેખાઈ રહ્યો છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સર્વત્ર ધૂળ અને ધુમ્મસનું સામ્રાજ્ય

હવામાનમાં વારંવાર આવતા ફેરફારને કારણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ લોકો ઠંડીથી ઠુઠવાતા અને રસ્તાઓ પર તાપણું કરતા બેઠા જોવા મળ્યા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને રવિવારથી ધૂળ અને ધુમ્મસનું સામ્રાજ્ય યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ધુમ્મસ અને ધૂળમાં ભેજ હોવાને કારણે વિઝિબિલિટી વધુ ઘટી છે. તેથી, ઘણી જગ્યાએ રસ્તાઓ પર થોડી દૂરની વસ્તુઓ પણ દેખાઈ રહી નથી.

કમોસમી વરસાદ અને ઠંડી સાથે વધી રહ્યું છે પ્રદૂષણ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો, કોંકણ ક્ષેત્ર અને ઉત્તર મહારાષ્ટ્રમાં રવિવારે વરસાદ પડ્યો હતો. આનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે વિઝીબીલીટીમાં વધુ ઘટાડો થયો હતો. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ રવિવારે 436 પર પહોંચી ગયો હતો એટલે કે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આજે પણ પ્રદૂષણ સ્તર (AQI) 450 સુધી પહોંચવાની માહિતી બહાર આવી રહી છે.

 

આ પણ વાંચો :  Mumbai Weather: મુંબઈમાં તીવ્ર ઠંડી! દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પાકિસ્તાનમાંથી મુસીબત બનીને આવ્યું સફેદ પાવડરનું તોફાન

Next Article