Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ

MBVV ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન ટુ) સંજય પાટીલે જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબર અને 22 ઓક્ટોબરની વચ્ચે, 32 વર્ષીય નૂર અઝીઝુલ્લા સલમાનીએ વસઈના માણિકપુરની કેટલીક મહિલાઓ પાસેથી દુષ્ટ આત્માઓને દૂર કરવાની ઓફર કરી હતી.

Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ
દુષ્ટ આત્માઓની છાયા દૂર કરવાના નામે મહિલાઓને લૂંટતા એકની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:38 PM

પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક ઠગની ધરપકડ કરી છે, જેણે ધર્મના નામે મહિલાઓ સહિત અનેક લોકોની છેતરપિંડી કરી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે આરોપી દુષ્ટ આત્માની છાયા દૂર કરવાના નામે લોકોને છેતરતો હતો. આ કાર્યવાહી મીરા ભાયંદર-વસઈ વિરાર (MBVV) પોલીસ કમિશ્નરેટ દ્વારા કરવામાં આવી હતી અને પોલીસે આરોપી પાસેથી 301 ગ્રામ સોનું પણ રિકવર કર્યું હતું, જે તેણે અલગ-અલગ પીડિતો પાસેથી લૂંટ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

MBVV ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન II) સંજય પાટીલે જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબર અને 22 ઓક્ટોબરની વચ્ચે, 32 વર્ષીય નૂર અઝીઝુલ્લા સલમાનીએ વસઈના માનિકપુરની કેટલીક મહિલાઓ પર દુષ્ટ આત્માઓની છાયા દૂર કરવાની ઓફર કરી હતી. આરોપી થાણે જિલ્લાના મીરા રોડનો રહેવાસી છે. તે મહિલાઓ પાસેથી પૈસા અને ઘરેણાં લઈને ભાગી ગયો હતો.

12.5 લાખની કિંમતનું સોનું ઝડપાયું

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાટીલે કહ્યું કે આ પછી પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો અને માનિકપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તેણે કહ્યું કે સલમાનીની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સલમાનીએ છેલ્લા ચાર વર્ષમાં વસઈ, વિરાર, થાણે, મુંબઈ, નવી મુંબઈ અને વાપીમાં અનેક લોકોને છેતર્યા છે. પોલીસે તેની પાસેથી 301 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત 12.05 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

મહિલાને માર મારનાર બાબાની ધરપકડ કરવામાં આવી હતી

સપ્ટેમ્બરમાં, આ પ્રકારે ખરાબ આત્માની છાયાને દુર કરવાના નામ પર એક સ્વયંભૂ બાબા દ્વારા એક મહિલાને દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસને આ અંગેની માહિતી મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નાલા સોપારા કેસ મહારાષ્ટ્ર માનવ બલિદાન અને અન્ય અમાનવીય પ્રવૃત્તિ, દુષ્ટ અને અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક પ્રિવેન્શન એન્ડ એલિમિનેશન એક્ટ, 2013 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  “આર્યન ખાનને જામીન મળી ગયા તે સારી વાત છે પરંતુ 2 લાખ પેન્ડિંગ કેસનું શું ?”, ડ્રગ્સ કેસને લઈને જસ્ટિસ લોકુરે કર્યો કટાક્ષ

g clip-path="url(#clip0_868_265)">