Maharashtra : શાળાઓમાં ગંદકી બાબતે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પૂછ્યો સવાલ : નીતિ ઘડવા શુભ મુહૂર્ત ક્યારે કાઢશો ?

|

Sep 06, 2022 | 7:55 AM

જો શહેરી (City )વિસ્તારોમાં આ સ્થિતિ છે તો કલ્પના કરો કે ગ્રામીણ વિસ્તારોમાં શું સ્થિતિ છે? રાજ્ય સરકારના શિક્ષણ અધિકારીઓ શું કરી રહ્યા છે? શું તમારા અધિકારીઓની ફરજ નથી કે તે નિયમિત રીતે તપાસ કરે?

Maharashtra : શાળાઓમાં ગંદકી બાબતે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પૂછ્યો સવાલ : નીતિ ઘડવા શુભ મુહૂર્ત ક્યારે કાઢશો ?
Mumbai High Court (File Image )

Follow us on

બોમ્બે હાઈકોર્ટે(High Court ) સોમવારે મહારાષ્ટ્રની (Maharashtra ) શાળાઓમાં શૌચાલયોની સ્થિતિ પર આકરી ટીપ્પણી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં શાળાઓમાં (School ) શૌચાલયોની હાલત ખૂબ જ ખરાબ છે. બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે શું તે લાચાર છે અથવા આ મુદ્દે નીતિ ઘડવા માટે કોઈ શુભ સમયની રાહ જોઈ રહી છે. જસ્ટિસ પ્રસન્ના વરાલે અને જસ્ટિસ શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે કહ્યું કે તેઓ રાજ્યની શાળાઓમાં શૌચાલયોની ખરાબ સ્થિતિથી ખૂબ જ દુઃખી છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે બોમ્બે હાઈકોર્ટે બે કાયદાના વિદ્યાર્થીઓ નિકિતા ગોર અને વૈષ્ણવી ઘોલવેની અરજી પર સુનાવણી કરી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સ્વચ્છતાના અસરકારક સંચાલનને લાગુ ન કરવા પર ચિંતા વ્યક્ત કરી. બંને અરજદાર નિકિતા ગોર અને વૈષ્ણવી ઘોલવેએ જણાવ્યું હતું કે મહિલાઓ અને ખાસ કરીને કિશોરીઓને માસિક સ્ત્રાવના સમય દરમ્યાન શૌચાલયમાં પ્રવર્તતી ગંદકીને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અરજીમાં સરકારી અનુદાનિત શાળાઓમાં શૌચાલયોમાં ગંદકીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

235 શાળાઓનો સર્વે કરવામાં આવ્યો હતો

આ વર્ષે જુલાઈમાં કોર્ટના આદેશ મુજબ, મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (MDLSA) એ મુંબઈ શહેર, ઉપનગરો અને પડોશી જિલ્લાઓમાં શાળાઓનો સર્વે હાથ ધર્યો હતો. સોમવારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, સર્વેમાં 235 શાળાઓમાંથી 207 શાળાઓમાં શૌચાલયોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શાળાઓમાં શૌચાલયોની ખૂબ જ ખરાબ હાલત

અહેવાલને ધ્યાનમાં લીધા પછી, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે શાળાઓમાં શૌચાલયોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જસ્ટિસ પ્રસન્ના વરાલેએ પૂછ્યું કે જો શહેરી વિસ્તારોમાં આ સ્થિતિ છે તો કલ્પના કરો કે ગ્રામીણ વિસ્તારોમાં શું સ્થિતિ છે? રાજ્ય સરકારના શિક્ષણ અધિકારીઓ શું કરી રહ્યા છે? શું તમારા અધિકારીઓની ફરજ નથી કે તે નિયમિત રીતે તપાસ કરે?

રિપોર્ટની તપાસ કરવા રાજ્ય સરકારને સૂચના

બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે શા માટે રાજ્ય સરકાર આ મુદ્દે કોઈ નીતિ ઘડી રહી નથી. ખંડપીઠે કહ્યું કે શું રાજ્ય સરકાર પાસે નીતિ બનાવવાની સત્તા નથી? શું તમે તે કરવા માટે કોઈ શુભ સમયની રાહ જોઈ રહ્યા છો? બેન્ચે કહ્યું કે તે કડક શબ્દોનો ઉપયોગ કરવાથી બચી રહી છે. ખંડપીઠે પૂછ્યું કે શું શિક્ષણ અધિકારીઓને શાળાઓમાં સમયાંતરે તપાસ કરતા અટકાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે અરજદારો અને રાજ્ય સરકારને અહેવાલની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી નક્કી કરવામાં આવી હતી.

Next Article