Success Story : માતાએ ગરીબીમાં સપનું જોયું, પુત્રએ માતાના 50માં જન્મદિવસે સપનું પૂરૂ કર્યું

|

Aug 19, 2021 | 4:16 PM

થાણેના ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરીને તેને હેલિકોપ્ટર દ્વારા સમગ્ર શહેરનો પ્રવાસ કરાવ્યો. માતાની ઈચ્છા પૂરી કરવા માટે પુત્રના આ પ્રયાસને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમને કલયુગના શ્રવણ કુમાર કહેવામાં આવી રહ્યા છે.

Success Story : માતાએ ગરીબીમાં સપનું જોયું, પુત્રએ માતાના 50માં જન્મદિવસે સપનું પૂરૂ કર્યું
son fullfill his mother wish of helicopter trip on her birthday

Follow us on

Success Story :  મંગળવારે ઉલ્હાસનગરના પ્રદીપની માતા રેખા દિલીપ ગાર્ડનો 50 મો જન્મદિવસ નિમિતે પ્રદીપે તેની માતાને હેલિકોપ્ટર સવારી (Plane) કરાવી હતી. પ્રદીપે જણાવ્યું હતુ કે, મંગળવારે તેની માતાને સિદ્ધિવિનાયક પાસે લઈ જવાના બહાને તે સીધો જુહુ એરબેઝ પહોંચ્યો અને હેલિકોપ્ટર બતાવીને તેને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દીકરાની આ અનોખી ભેટ જોઈને રેખા પોતાના આંસુ રોકી શકી નહીં અને સવારી દરમિયાન જ તે રડી પડી હતી.

 ખૂબ જ મુશ્કેલીથી ત્રણેય બાળકોને ભણાવ્યા

આપને જણાવવું રહ્યું કે,રેખા મૂળ સોલાપુર જિલ્લાના (Solapur District) બર્શીની રહેવાસી છે.પરંતુ લગ્ન બાદ તે તેના પતિ સાથે ઉલ્હાસનગરમાં રહેવા માટે આવી હતી.રેખાને ત્રણ બાળકો છે અને તેમાંથી પ્રદીપ સૌથી મોટો પુત્ર છે. પ્રદીપ સાતમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. તે બાદ માતાએ ત્રણેય બાળકોને ખૂબ જ મુશ્કેલીથી ભણાવ્યા. ઉપરાંત તેમણે બાળકો ભણાવવા અને સારા જીવન માટે બીજાના ઘરોમાં પણ કામ કર્યું.ઉલ્લેખનીય છે કે, રેખાનો મોટો દીકરો પ્રદીપ આજે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં (Construction Company) કામ કરે છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ઘર ઉપર હેલિકોપ્ટર ઉડતું જોઈને માતાએ વ્યક્ત કરી હતી પોતાની ઈચ્છા

પ્રદીપે જણાવ્યું કે, જ્યારે તે 12 માં ધોરણમાં હતો ત્યારે તેના ઘર ઉપર હેલિકોપ્ટર ઉડતું હતું. માતાએ તેને જોઈને પૂછ્યું કે શું આપણે ક્યારેય તેમાં બેસી શકીશું. અને તે જ દિવસે મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું ચોક્કસપણે મારી માતાને હેલિકોપ્ટરમાં પ્રવાસ (Travelling) કરાવીશ. વધુમાં જણાવ્યું કે, માતાની ઈચ્છા પૂરી કરવા માટે તેના 50 માં જન્મદિવસથી વધુ સારો કોઈ દિવસ ન હતો.

માતાનું સ્વપન થયું સાકાર

પુત્ર દ્વારા માતાને આપવામાં આવેલી આ અનોખી ભેટ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. પ્રદીપની નોકરી બાદ ઉલ્લાસનગરની ચોલમાંથી ફ્લેટમાં રહેવા માટે ગયા હતા. પુત્રએ સ્વપ્ન પુરૂ કરતા રેખા તેના આંસુ રોકી શકી નહીં અને હેલિકોપ્ટરના પ્રવાસ દરમિયાન વારંવાર રડતી જોવા મળી. આ દરમિયાન રેખાએ (Rekha)કહ્યું કે, “ભગવાન દરેકને આવો પુત્ર આપે”. તમને જણાવી દઈએ કે,પુત્રએ માતાને હેલિકોપ્ટરમાં સમગ્ર શહેરનો પ્રવાસ કરાવ્યો હતો.

 

આ પણ વાંચો: Mumbai Rains : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, IMD એ મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભ માટે યેલો એલર્ટ કર્યું જાહેર

આ પણ વાંચો: Maharashtra : CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું “જન આશિર્વાદ યાત્રાથી કોવિડને ખુલ્લું આમંત્રણ”

Published On - 4:10 pm, Thu, 19 August 21

Next Article