School Reopening in Maharashtra : વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી ખુલશે શાળાઓ

|

Sep 24, 2021 | 9:05 PM

શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જાહેરાત કરતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં શાળાઓ 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલશે. ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 12 ના વર્ગ માટે શાળાઓ ખુલશે.

School Reopening in Maharashtra : વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી ખુલશે શાળાઓ
મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે

Follow us on

મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ફરી (School reopening in Maharashtra) શરૂ થવા જઈ રહી છે. કોરોના નિયમોના સંપુર્ણ પાલન સાથે રાજ્યભરમાં શાળાઓ શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે. આ અંગે જાહેરાત કરતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે (Varsha Gaikwad) કહ્યું કે શહેરી વિસ્તારોમાં શાળાઓ 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે.

બાળકોને બોલાવવા માટે માતા-પિતાની સંમતિ જરૂરી છે, વિદ્યાર્થીઓને હાજરીનું કોઈ દબાણ આપવામાં આવશે નહી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યના શિક્ષણ વિભાગે (Maharashtra Education Department) કોરોનાને કારણે રાજ્યમાં બંધ શાળાઓને ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કર્યા બાદ આ દરખાસ્ત સ્વીકારી છે. પરંતુ આ સાથે જ કોરોના સંબંધિત પરીસ્થીતીને જોતા, જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્ણય બદલવાનો અધિકાર હશે. એટલે કે, જે જિલ્લાઓમાં કોરોના સંબંધિત પરિસ્થિતિઓ સાનુકૂળ નથી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ શાળા બંધ રાખવાનો નિર્ણય કરી શકે છે. બાળકોને બોલાવવા માટે વાલીઓની સંમતિ જરૂરી રહેશે તેમજ વિદ્યાર્થીઓને હાજરી માટે પણ દબાણ કરવામાં આવશે નહીં.

શહેરી ભાગોમાં 8 થી 12 અને ગ્રામીણ ભાગોમાં 5 થી 12 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે

દોઢ વર્ષ બાદ રાજ્યમાં શાળાઓ ખુલવા જઈ રહી છે. ગ્રામીણ ભાગોમાં શાળાઓ પાંચમા ધોરણથી ઉપરના તમામ વર્ગો માટે ખોલવામાં આવશે. એટલે કે, પાંચમા ધોરણથી નીચેના બાળકોને હાલ ઘરમાં જ રહેવું પડશે. શહેરી વિસ્તારોમાં, શાળાઓ ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખુલશે. શાળામાં કોરોના સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું પડશે. બાળકોને સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરાવતા બેન્ચોમાં બેસાડવા પડશે. એક બેન્ચમાં માત્ર એક જ બાળક બેસી શકશે.

શાળામાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા હોવી પણ ફરજિયાત રહેશે. જો બાળકોની સંખ્યા વધારે હોય તો શાળાએ બાળકોને અલગ અલગ શીફ્ટમાં બોલાવવાના રહેશે. માસ્ક પહેરવું જરૂરી રહેશે. શિક્ષકોનું વેક્સીનેશન પૂર્ણ થયેલુ હોવું ફરજિયાત રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટને કોરોના સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય બદલવાનો અધિકાર 

જો કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગયા વર્ષના અંતમા શાળાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાછળથી જ્યારે કોરોના સંક્રમણ ઝડપી બન્યું ત્યારે શાળાઓ બંધ કરી દેવામાં આવી. આ વખતે પણ સ્થાનિક વહીવટીતંત્રને કોરોના સંબંધિત સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય બદલવાનો અધિકાર રહેશે.

પાછલી વખતે શાળા શરૂ કરતી વખતે કોરોના સમયગાળા સંબંધિત જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને શાળા વહીવટી તંત્રને જે સૂચનાઓ આપવામાં આવી હતી, શાળા શરૂ કરતી વખતે તે સૂચનાઓનું પાલન કરવું પડશે.

 

આ પણ વાંચો :  પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે બદલ્યા તેવર, કહ્યુ ” ફસાવનાર લોકો સામે એક્શન લઈશ”

Next Article