પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે બદલ્યા તેવર, કહ્યુ ” ફસાવનાર લોકો સામે એક્શન લઈશ”

તાજેતરમાં અશ્લીલ ફિલ્મ કેસ (Porn Film case) અંગે અભિનેત્રી ગેહના વશિષ્ઠે પોતાને નિર્દોષ ગણાવી છે. તેણે જણાવ્યુ હતુ કે, મને ફસાવનાર સામે એક્શન લઈશ.

પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે બદલ્યા તેવર, કહ્યુ  ફસાવનાર લોકો સામે એક્શન લઈશ
Gehana Vasisth (File Photo)

અશ્લીલ ફિલ્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અભિનેત્રી ગેહના વશિષ્ઠના (Gehna Vasisth)અલગ તેવર જોવા મળી રહ્યા છે. ગુરુવારે ગેહના વશિષ્ઠ મુંબઈ ક્રાઈમ પોલીસના પ્રોપર્ટી સેલમાં તેનું નિવેદન આપવા પહોંચી હતી, ત્યારે ગેહનાએ જણાવ્યુ હતુ કે,મને આ કેસમાં ફસાવવામાં આવી છે. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો.

ગેહનાએ શરૂઆતથી જ પોતાને નિર્દોષ ગણાવી રહી છે.તેમણે જણાવ્યુ હતુ કે, આ તમામ ફિલ્મો માત્ર બોલ્ડ (Bold Film) હતી. એટલું જ નહીં, તે હંમેશા રાજ કુન્દ્રાની તરફેણમાં જોવા મળી છે.

ગેહના વશિષ્ઠ કરશે કાર્યવાહી

ગેહનાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મને આ સમગ્ર કેસમાં (Porn Film Case) ફસાવવામાં આવી રહી છે, મારી પાસે રો ફૂટેજ છે અને સીબીઆઈ પાસે પણ છે. વધુમાં તેણે જણાવ્યુ કે, જે યુવતીએ મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેણે અન્ય ચાર ડિરેક્ટરો સાથે પણ આવું કર્યું છે. રાજ સાથે બનાવેલી તમામ ફિલ્મો ઈરોટિક હતી.

માનહાનિનો દાવો દાખલ કરશે

એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે, મને શા માટે અટકાયતમાં લેવામાં આવી અને જ્યારે મારો કેસ ખુલશે, ત્યારે દરેકને ખબર પડશે કે મને કેવી રીતે ફસાવવામાં આવી હતી.

પોતાના તેવર બતાવતી અભિનેત્રીએ (Actress) તેની વિરુદ્ધ ફરિયાદ કરનાર યુવતી સામે કેસ દાખલ કરવાની ધમકી પણ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, તે આ કેસ સામે સંપૂર્ણ તાકાતથી લડશે અને સત્યને પણ સામે લાવશે. આ સિવાય તે પાઠ ભણાવવા માટે માનહાનિનો દાવો પણ દાખલ કરશે.

અશ્લીલ ફિલ્મ બનાવવા સંદર્ભે અટકાયત કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે, ગેહનાએ વશિષ્ઠે રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે કામ કર્યું છે. ગેહનાને અશ્લીલ ફિલ્મ બનાવવા સંદર્ભે અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને પણ લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હાલમાં તે જામીન પર છે.

 

આ પણ વાંચો: The Kapil Sharma Showની વધી મુશ્કેલી, એક એપિસોડને લઇને વિવાદ બાદ FIR નોંઘાઈ

આ પણ વાંચો: Kota Factory Season 2 : આજે રિલીઝ થઈ રહી છે, જાણો ક્યારે અને ક્યાં શો જોઈ શકો છો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati