Maharashtra: ધોરણ 1 થી 4 સુધીના બાળકો માટે ખુલી શકે છે શાળાઓ, આવતીકાલની કેબિનેટની બેઠકમાં નિર્ણયની શક્યતા

|

Nov 24, 2021 | 8:00 PM

હવે મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ ખુલવા જઈ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે તેના તરફથી લીલી ઝંડી આપી દીધી છે. આવતીકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Maharashtra: ધોરણ 1 થી 4 સુધીના બાળકો માટે ખુલી શકે છે શાળાઓ, આવતીકાલની કેબિનેટની બેઠકમાં નિર્ણયની શક્યતા
Maharashtra Health Minister Rajesh Tope (file photo).

Follow us on

હવે મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ ખુલવા (Maharashtra School Reopen) જઈ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે તેના તરફથી ‘નો ઓબ્જેક્શન’ આપ્યું છે. રાજ્યના કોરોના સંબંધિત ચાઈલ્ડ ટાસ્ક ફોર્સની પણ મંગળવારે મહત્વની બેઠક યોજાઈ હતી અને તેઓએ પણ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આવતીકાલે (ગુરુવાર, 25 નવેમ્બર) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સાથે રાજ્ય કેબિનેટની બેઠક છે. કેબિનેટની આ બેઠકમાં આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આ જાણકારી આપી છે.

રાજેશ ટોપેએ કહ્યું કે, ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય, તેની પુરી સાવધાની રાખવામાં આવે તો સ્કુલ ખોલવામાં કોઈ પરેશાની નથી.  આ સંદર્ભે, ચાઇલ્ડ ટાસ્ક ફોર્સનો પણ અભિપ્રાય છે કે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે તો, પ્રથમથી ચોથા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં કોઈ અવરોધ નથી. અંતિમ નિર્ણયનો અધિકાર મુખ્યમંત્રી અને કેબિનેટનો છે.

આવતીકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ શકે છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો ગુરુવારે પણ આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દસ દિવસમાં નિર્ણય આવે તેવી પૂરી શક્યતા છે. કોરોના સમયગાળાની શરૂઆતથી, મોટાભાગના નિર્ણયો આરોગ્ય વિભાગ અને રાજ્ય કોરોના ટાસ્ક ફોર્સના અભિપ્રાયથી લેવામાં આવે છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા અનુસાર, રાજ્યના આરોગ્ય વિભાગે તેની મંજૂરી આપી દીધી છે અને રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સે પણ હકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેથી પ્રથમ ધોરણથી શાળા શરૂ કરવા અંગે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

શાળા શિક્ષણ વિભાગે પ્રથમથી ચોથા સુધી શાળાઓ ખોલવાની દરખાસ્ત કરી છે

હાલમાં, ધોરણ 5 અને તેથી વધુના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલ્લી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમથી ચોથા ધોરણ સુધીની શાળાઓ બંધ છે. શાળા શિક્ષણ વિભાગે પ્રથમથી ચોથા ધોરણ સુધી શાળાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. હવે આરોગ્ય વિભાગે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ નિર્ણય લેવાનો છે.

હાલમાં, રાજ્યમાં દરરોજ સંક્રમણના લગભગ 700-800 નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ માટે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખીને તેમની સંમતિ આપવી પડશે. રાજેશ ટોપેએ કહ્યું કે ‘મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર સૌમ્ય સ્વરૂપમાં આવવાનું અનુમાન છે. જો 12 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને સંક્રમણ લાગે છે, તો તેઓ તેમના ઘરના વૃદ્ધ સભ્યોને ચેપ લગાવી શકે છે. તેથી કેન્દ્ર સરકારે 12 થી 18 વર્ષના બાળકોને રસીકરણ કાર્યક્રમ અંગે સત્વરે નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચો :  મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે લોકલ ટ્રેનમાં UTS મોબાઈલ એપ દ્વારા પણ કરી શકશો બુકિંગ

Next Article