AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાળામાં જ દેશવિરોધી કૃત્ય! બાળકોના હાથમાં તલવાર અને પાકિસ્તાની દેશભક્તિ ગીત ગવાયું, જુઓ મહારાષ્ટ્રની શાળાનો Video

મહારાષ્ટ્રના ઉમરાખેડમાં એક શાળામાં પ્રજાસત્તાક દિન કાર્યક્રમ દરમિયાન કથિત રીતે પાકિસ્તાની દેશભક્તિ ગીત વગાડવાને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપ નેતાએ આ ઘટનાને રાષ્ટ્રવિરોધી ગણાવીને શાળા પ્રશાસન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શાળામાં જ દેશવિરોધી કૃત્ય! બાળકોના હાથમાં તલવાર અને પાકિસ્તાની દેશભક્તિ ગીત ગવાયું, જુઓ મહારાષ્ટ્રની શાળાનો Video
| Updated on: Feb 09, 2026 | 3:41 PM
Share

26 જાન્યુઆરીના રોજ આયોજિત એક શાળા કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ઉમરાખેડ શહેરમાં આવેલી એક શાળામાં પાકિસ્તાની દેશભક્તિ ગીત પર કાર્યક્રમ રજૂ કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ભાજપના એક નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

ઉમરાખેડ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારની અબ્દુલ ગફુર શાહ મ્યુનિસિપલ ઉર્દૂ શાળા નંબર-2માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે “એ મર્દ-એ-મુજાહિદ તેરી લલકાર ક્યા હૈ” નામનું ગીત ગવાયું હતું. આ ગીત પર વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરાયું હોવાનું પણ કહેવામાં આવે છે. આ ગીતને લશ્કરી પ્રેરણા આપતું અને પાકિસ્તાન સાથે જોડાયેલું દેશભક્તિ ગીત માનવામાં આવે છે, જેના કારણે કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે.

ભાજપ નેતાએ કાર્યક્રમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો

આ સમગ્ર મામલે ભાજપના નેતા ગોપાલ કલાણેએ ઉમરાખેડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આ કાર્યક્રમને રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવીને કહ્યું છે કે શાળા જેવી શૈક્ષણિક સંસ્થામાં આવા ગીતો રજૂ કરવાથી રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચે છે. ફરિયાદમાં શાળા પ્રશાસન પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં તલવારો સાથે રજૂઆત કરાઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાના પગલે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

શાળા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ભાજપ નેતા ગોપાલ કલાણેએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જે ગીત રજૂ કરાયું હતું તે એક જેહાદી ગીત છે અને તેનો ઉપયોગ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયો હોવાનું કહેવાય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારનું ગીત શાળામાં વગાડવું રાજદ્રોહ સમાન છે.

તેમણે શાળાના આચાર્ય, શિક્ષકો અને મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે ઉમરાખેડ પોલીસ સ્ટેશન તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારી પાસે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. (નોંધ : અહીં આપવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.)

સલમાન ખાન થી લઈ શિલ્પા શેટ્ટી.. RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">