Maharashtra: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ વિવાદ પર સંજય રાઉતનું નિવેદન, કહ્યુ- એક પાર્ટીનો પ્રચાર કરનારી છે આ ફિલ્મ

|

Nov 29, 2022 | 3:55 PM

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, જો કાશ્મીરી પંડિતો પ્રત્યે આટલી જ સહાનુભૂતિ હોય તો ફિલ્મ (Film) દ્વારા મળેલી કરોડો રૂપિયાની કમાણીનો એક ભાગ કાશ્મીરી પંડિતોના ઉત્થાન માટે આપવો જોઈએ, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું.

Maharashtra: ધ કાશ્મીર ફાઈલ્સ વિવાદ પર સંજય રાઉતનું નિવેદન, કહ્યુ- એક પાર્ટીનો પ્રચાર કરનારી છે આ ફિલ્મ
Sanjay Raut
Image Credit source: File Image

Follow us on

ગોવાની રાજધાની પણજીમાં આયોજિત IFFI કાર્યક્રમમાં ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે ટીપ્પણી કરી હતી. ત્યારબાદ હવે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના પ્રવક્તા સંજય રાઉતે પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને એક પ્રચાર ફિલ્મ ગણાવી છે. મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે આ ફિલ્મ એક પક્ષની તરફેણમાં અને બીજા પક્ષની વિરુદ્ધમાં પ્રચાર કરતી ફિલ્મ છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ ઘાટીમાં કાશ્મીરી પંડિતો પરના હુમલા ઓછા નથી થયા, પરંતુ વધ્યા છે. સંજય રાઉતે વધુમાં કહ્યું કે, જો કાશ્મીરી પંડિતો પ્રત્યે આટલી જ સહાનુભૂતિ હોય તો ફિલ્મ દ્વારા મળેલી કરોડો રૂપિયાની કમાણીનો એક ભાગ કાશ્મીરી પંડિતોના ઉત્થાન માટે આપવો જોઈએ, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું.

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લેપિડે તેને અશ્લીલ પ્રચારક ફિલ્મ ગણાવી

તમને જણાવી દઈએ કે આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી હેડ નદવ લેપિડે આ ફિલ્મ પર નિવેદન આપીને વિવાદ વધાર્યો છે. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લેપિડે તેને અશ્લીલ પ્રચારક ફિલ્મ ગણાવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અશોક પંડિતે કાશ્મીરી પંડિતોનું અપમાન ગણાવ્યું

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે નદવ લેપિડના નિવેદનને કાશ્મીરી પંડિતોનું અપમાન ગણાવ્યું છે. લેપિડ જેવી વ્યક્તિને જ્યુરીના વડા તરીકે નિયુક્ત કરવા બદલ તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીકા કરી છે. અભિનેતા અનુપમ ખેરે પણ આ અંગે ટ્વીટ કરીને લેપિડના નિવેદનની ટીકા કરી છે. અનુપમ ખેરે લખ્યું છે કે, ‘જૂઠ્ઠાણું ગમે તેટલું ઊંચું હોય… સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે.’

 

 

આ ફિલ્મ આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે લાયક નથી: નદવ લેપિડ

ગોવાની રાજધાની પણજીમાં આયોજિત IFFI કાર્યક્રમમાં ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘અમે બધા ગુસ્સામાં છીએ. અમને આ ફિલ્મ ‘પ્રોપેગન્ડા પોર્ન ફિલ્મ’ જેવી લાગી. આ ફિલ્મ આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે લાયક નથી. હું આ મંચ પરથી કહું છું. આ એક મહત્વપૂર્ણ ચર્ચા છે.

Published On - 3:55 pm, Tue, 29 November 22

Next Article