AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ‘વિશેષાધિકારના ભંગ’ની નોટિસ પર સંજય રાઉતે આપ્યો જવાબ, વાંચો અહેવાલ

સંજય રાઉતે સમય પૂરો થવા છતાં નોટિસનો જવાબ આપ્યો ન હતો. જેના કારણે આ મુદ્દો કેન્દ્રમાં મોકલવાની વાત થઈ હતી. તેમને રીમાઈન્ડર લેટર મોકલવો જોઈએ તેવી ચર્ચા ચાલી હતી.

Maharashtra: 'વિશેષાધિકારના ભંગ'ની નોટિસ પર સંજય રાઉતે આપ્યો જવાબ, વાંચો અહેવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 6:51 PM
Share

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે તેમની વિરુદ્ધ મોકલવામાં આવેલી વિશેષાધિકારના ભંગ અંગેની નોટિસનો જવાબ આપ્યો છે. તેમને પોતાના જવાબમાં કહ્યું છે કે તેમને વિધાનમંડળનું કોઈ અપમાન કર્યુ નથી. તેમનું નિવેદન વિધાનમંડળને લઈને નહીં પણ એક ખાસ જૂથને લઈને હતું, જેને આખા વિધાનમંડળને લઈને આપવામાં આવેલું નિવેદન સમજવામાં આવ્યુ. સંજય રાઉતે વિધાન મંડળને ચોર મંડળી કહી હતી. આ નિવેદનને લઈ મહારાષ્ટ્ર વિધાનમંડળના બજેટ સત્રમાં ખુબ હંગામો થયો અને તેને સદનની અવમાનના કહેવામાં આવ્યું, ત્યારબાદ તેમને વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી.

સંજય રાઉતે સમય પૂરો થવા છતાં નોટિસનો જવાબ આપ્યો ન હતો. જેના કારણે આ મુદ્દો કેન્દ્રમાં મોકલવાની વાત થઈ હતી. તેમને રીમાઈન્ડર લેટર મોકલવો જોઈએ તેવી ચર્ચા ચાલી હતી. દરમિયાન, સંજય રાઉતે આખરે આજે (8 માર્ચ, બુધવાર) નોટિસનો જવાબ મોકલ્યો હતો. આ જવાબમાં તેમણે પોતાનો પક્ષ રાખવાની સાથે વિગતવાર જવાબ આપવા માટે વધુ સમયની માંગણી પણ કરી છે.

આ પણ વાંચો: Maharashtra: 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન ચહેરાની રેસમાં તમારું નામ છે? ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આ જવાબ

વાંચો સંજય રાઉતે પોતાના પત્રમાં શું લખ્યું?

મા. મુખ્ય સચિવ, મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય,

જય મહારાષ્ટ્ર!

કોલ્હાપુરમાં એક કાર્યક્રમમાં વિધાનસભા વિશેના નિવેદન સામે કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો અને વિશેષાધિકાર ભંગ અને અવમાનના બદલ નોટિસ મોકલી હતી. મને આ અંગે જવાબ આપવા માટે 3 માર્ચ 2023ના રોજ સાંજે 6.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

1. હું તમને નમ્ર વિનંતી કરું છું કે હું ચોથી માર્ચ સુધી પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રવાસે હતો. કર્ણાટક બોર્ડર નજીક હોવાથી મુંબઈથી મારો સંપર્ક થઈ શક્યો ન હતો. આ કારણે આપેલી તારીખ સુધી જવાબ આપવો શક્ય ન હતો. કૃપા કરીને મને વધુ ખુલાસા કરવા માટે સમય આપો.

2. મેં હંમેશા મહારાષ્ટ્ર વિધાનસભા અને તેના સભ્યોનું સન્માન કર્યું છે. આ દરેક નાગરિકની ફરજ છે.

હું પોતે ઘણા વર્ષોથી રાજ્યસભાનો સભ્ય છું. હું ગૃહનું મહત્વ જાણું છું. મેં સમગ્ર વિધાનસભા અંગે કોઈ વાંધાજનક નિવેદન આપ્યું નથી. મારું નિવેદન ફક્ત ચોક્કસ જૂથ પર કેન્દ્રિત છે. કૃપા કરીને આને ધ્યાનમાં રાખો. તેમ છતાં, મને આ બાબતમાં વિગતવાર જણાવવા માટે સમય આપવામાં આવે.

તમારો આજ્ઞાકારી

(સંજય રાઉત)

g clip-path="url(#clip0_868_265)">