‘સ્કુલ ચલે હમ’ ! રાજ્યમાં આજથી ફરી શાળાઓ તો ખુલી, પણ શાળાઓએ આ એક્શન પ્લાનનો કરવો પડશે અમલ

|

Oct 04, 2021 | 1:24 PM

કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે, ત્યારે હાલ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતા આજથી ફરીથી શાળાઓ ખુલી છે.જો કે શાળાઓએ કોરોના ગાઈડલાઈનનુ સખ્ત પાલન કરવાનુ રહેશે.

સ્કુલ ચલે હમ ! રાજ્યમાં આજથી ફરી શાળાઓ તો ખુલી, પણ શાળાઓએ આ એક્શન પ્લાનનો કરવો પડશે અમલ
School Reopen in Maharashtra

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં આજથી ફરી શાળાઓ ખોલવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે,રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 12 ના વર્ગો ખોલવામાં આવ્યા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 8 થી 12 ના વર્ગો ફરી ખોલવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ શાળાઓમાં(School Reopen)  હાજરી આપશે તેમના માતાપિતા પાસેથી શાળાઓએ સંમતિ લેવી ફરજીયાત રહેશે.

શાળાના પ્રથમ દિવસના અનુભવને શેર કરો :  રાજ્ય શિક્ષણ મંત્રી

રાજ્યમાં ફરીથી શાળાઓ ખુલતા રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે (Varsha Gaikwad)વિદ્યાર્થીઓને તેને અનુભવ શેર કરવા જણાવ્યુ છે.આ માટે તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, “COVID-19 રોગચાળાને કારણે માર્ચ 2020 થી શાળાઓ બંધ છે. શાળાનો પ્રથમ દિવસ એ યાદ રાખવાનો દિવસ છે, ખાસ કરીને જ્યારે લાંબી રાહ જોયા બાદ આ દિવસ આવ્યો હોય. અમે તમારા #Best1stDay ના અનુભવો શેર કરવા માંગીએ છીએ. તો અમને તમારા #BacktoSchool ફોટા, વીડિયો, ગીતો, કવિતાઓ @thxteacher પર મોકલો”

 સર્વેક્ષણ બાદ શાળાઓ ફરીથી શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો

શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય રાજ્યના શાળા શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા એક સર્વેક્ષણ બાદ લેવામાં આવ્યો હતો. ગાયકવાડે જણાવ્યુ કે 70 ટકાથી વધુ વાલીઓ શાળાઓ ફરીથી ખોલવાની તરફેણમાં છે. તમને જણાવી દઈએ કે, શાળાઓ ફરીથી ખોલવા માટે અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષણ પ્રધાન ગાયકવાડે શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ (Senior Officer) સાથે બેઠક પણ કરી હતી.

દરેક શાળાઓએ એક્શન પ્લાનને અનુસરવાનો રહેશે

ઉપરાંત રાજ્યમાં ફરીથી શાળાઓ ખોલવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) ને એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. વર્ષા ગાયકવાડે જણાવ્યુ હતુ કે,શાળાઓ અનુકૂળ વાતાવરણમાં શરૂ થવી જોઈએ.ત્યારે @scertmaha એ તૈયાર કરેલા એક્શન પ્લાનને(Action Plan)  ફોલો કરવા માટે દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે.ઉપરાંત શાળાઓ ખુલે તે પહેલા ફિલ્ડ ઓફિસરોએ પણ શાળાની મુલાકાત લઈને તૈયારીનો તાગ મેળવ્યો હતો.

 

આ પણ વાંચો : Cruise Ship Drugs Case: આર્યન ખાન માટે રાહતના સમાચાર! NCB કસ્ટડીમાં વધારો કરવાની માગ કરશે નહીં, આજે જામીન મળવાની આશા છે

આ પણ વાંચો :  Mumbai NCB Raid: NCB ના મુંબઈના ઘણા વિસ્તારોમાં દરોડા, એક ડ્રગ સપ્લાયર ઝડપાયો

Next Article