કોરોના: મહારાષ્ટ્રમાં એક દિવસની અંદર અત્યાર સુધીના સૌથી વધુ પોઝિટીવ કેસ, દેશમાં 11 લાખથી વધુ કેસ

|

Sep 24, 2020 | 1:13 PM

ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના કારણે મૃત્યુદર ઓછો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 9,518 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ જ રાજ્યમાં પોઝિટીવ કેસની સંખ્યા 3,10,455 થઈ ગયા છે. #Maharashtra records highest one-day spike of 9,518 #COVID19 cases, taking tally to […]

કોરોના: મહારાષ્ટ્રમાં એક દિવસની અંદર અત્યાર સુધીના સૌથી વધુ પોઝિટીવ કેસ, દેશમાં 11 લાખથી વધુ કેસ

Follow us on

ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના કારણે મૃત્યુદર ઓછો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 9,518 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ જ રાજ્યમાં પોઝિટીવ કેસની સંખ્યા 3,10,455 થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1,211 નવા કોરોનાના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 1,22,793 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધી દિલ્હીમાં સામે આવેલા કોરોના પોઝિટીવ કેસમાંથી 1,03,134 લોકો સાજા થઈ ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસ 11 લાખને પાર પહોંચી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 11,16,846 કેસ નોંધાયા છે. જેમાં 3,88,637 કેસ એક્ટિવ છે અને 7,00,305 કેસ રિક્વર થઈ ચૂક્યા છે. જ્યારે 27,502 લોકો મોતને ભેટ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:00 pm, Sun, 19 July 20

Next Article