AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Rain : આ વખતે તોફાની વરસાદ પણ મુંબઈના સાયન, મસ્જિદ બંદર અને સેન્ડર્સ રોડ સ્ટેશનોને ડૂબાડી શક્યો નહીં, રેલવેએ અપનાવી આવી પદ્ધતિ; વાંચો વિશેષ અહેવાલ

ચોમાસું (monsoon 2022) આવ્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ એક વખત પણ ટ્રેન ના તો ઉભી રહી કે ના તો મોડી પડી. તેમજ મુસાફરોને પણ પાટા પર ઉતરવું પડ્યુ નથી.

Maharashtra Rain : આ વખતે તોફાની વરસાદ પણ મુંબઈના સાયન, મસ્જિદ બંદર અને સેન્ડર્સ રોડ સ્ટેશનોને ડૂબાડી શક્યો નહીં, રેલવેએ અપનાવી આવી પદ્ધતિ; વાંચો વિશેષ અહેવાલ
Central Railway DRM Shalabh Goy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:57 AM
Share

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના (Maharashtra) અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 27 જિલ્લાઓ વરસાદ અને પૂરથી પ્રભાવિત છે. સાથે જ 249 ગામોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આપણે મુંબઈના સાયન, મસ્જિદ બંદર અને સેન્ડર્સ રોડ સ્ટેશનને કેવી રીતે ભૂલી શકીએ. જ્યાં દર વર્ષે ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાતા હતા. રેલવે સ્ટેશન નદીમાં ફેરવાઈ જતું હતું. મુસાફરોને પાટા પર ચાલવા માટે મજબૂર થવું પડતું હતું, પરંતુ આ વર્ષે ચોમાસું આવ્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ એક વખત પણ ટ્રેન બંધ થઈ નથી કે મોડી પડી નથી. તેમજ ન તો મુસાફરોને પાટા પર ઉતરવું પડ્યું નથી.

તમને જણાવી દઈએ કે મધ્ય રેલવેમાં દરરોજ લગભગ 45 લાખ મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. વરસાદમાં દરેક મુસાફરને ડર હતો કે જો ભારે વરસાદ થશે તો સાયન, મસ્જિદ બંદર અને સેન્ડર્સ રોડ સ્ટેશન પર સમસ્યા થઈ શકે છે. ગયા વર્ષે 26 જુલાઈએ મુંબઈના સ્ટેશન પર ટ્રેન નહી બોટ ચાલી રહી હતી.

ટ્રેકની નીચે ટનલ બનાવવાથી મદદ મળી

મધ્ય રેલ્વેના ડીઆરએમ શલભ ગોયે કહ્યું કે, આ વખતે રેલ્વેએ બીએમસી સાથે સંકલન કરીને ખૂબ જ જલ્દી સમસ્યાઓ શોધવાનું શરૂ કર્યું. સૌથી મોટો પડકાર એ હતો કે સ્ટેશનની પશ્ચિમ બાજુથી પૂર્વ દિશામાં શહેરમાંથી વરસાદનું પાણી કેવી રીતે બહાર કાઢવું. રેલવેએ પાટા નીચેથી ટનલ બનાવી. જેમાંથી પાણી પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યું છે. અગાઉ આ પાણી પાટા પરથી વહી જતું હતું. ટ્રેક પર 4 ઈંચથી વધુ પાણી ભરાઈ જતાં રેલવે સેવા ખોરવાઈ ગઈ હતી. હવે મોટા પંપ લગાવવા, ટનલ સિસ્ટમ બનાવવા અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો થવાને કારણે આ વર્ષે લોકલ સેવા ખોરવાઈ રહી નથી.

પૂરમાં 89 લોકોએ જીવ ગુમાવ્યા

તે જ સમયે, હવામાન વિભાગે મહારાષ્ટ્રના 11 જિલ્લામાં 14 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. મુંબઈમાં અવિરત વરસાદને કારણે મોદક સાગર તળાવ ઓવરફ્લો થવા લાગ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે 5 લોકોના મોત થયા છે. જો કે, રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 89 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચંદ્રપુર શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા

તે જ સમયે, મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે ઇરાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા પછી, ચંદ્રપુર શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચંદ્રપુર જિલ્લા પોલીસની ટીમે ગુરુવારે સવારે લગભગ 2.30 વાગ્યે 22 ટ્રક ચાલકોને બચાવ્યા હતા. તેઓ ગઢચંદુર-ધનોરા હાઈવે પર અટવાઈ ગયા કારણ કે તે વર્ધા નદીના વધતા સ્તરને કારણે હાઈ-વે ડૂબી ગયો હતો.

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">