Maharashtra crisis: મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત ! બળવાખોર ધારાસભ્યો સામે પગલા લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી

|

Jun 23, 2022 | 7:32 AM

જયા ઠાકુરે કોર્ટ(Supreme Court) પાસે માગ કરી છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય તેમણે પોતાની અરજીમાં પક્ષપલટો કરનારા ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

Maharashtra crisis: મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત ! બળવાખોર ધારાસભ્યો સામે પગલા લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી
The Supreme Court has dismissed the petition.

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)  વચ્ચે કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પોતાની અરજીમાં તેણે કોર્ટ પાસે માગ કરી છે કે શિવસેનાના (Shiv sena) બળવાખોર ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય તેમણે પોતાની અરજીમાં પક્ષપલટો કરનાર ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાડવાની પણ માગ કરી છે.

ધારાસભ્યોનો પક્ષપલટો ગેરબંધારણીય : જયા ઠાકુર

જયાએ પોતાની અરજીમાં(Petition)  કહ્યું છે કે, ધારાસભ્યોનું પક્ષપલટો ગેરબંધારણીય છે. જયા ઠાકુરે(jaya Thakur)  કહ્યું કે રાજકીય પક્ષો દેશના લોકતાંત્રિક માળખાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આ મામલે કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. જયાએ કહ્યું કે તેમની દલીલ લોકશાહીમાં પક્ષની રાજનીતિના મહત્વ અને બંધારણ હેઠળ સુશાસનની સુવિધા માટે સરકારમાં સ્થિરતાની જરૂરિયાત સાથે સંબંધિત છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર જયાએ કહ્યું, “આપણે અસંમતિ અને પક્ષપલટા વચ્ચેની રેખા સ્પષ્ટ કરવાની જરૂર છે, જેથી લોકતાંત્રિક મૂલ્યોને અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખી શકાય.” તમને જણાવી દઈએ કે, અરજીમાં 2017માં મણિપુર વિધાનસભા અને 2019માં કર્ણાટક વિધાનસભા અને 2020માં મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજકીય સંકટનો પણ ઉલ્લેખ છે. જયા ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું છે કે ગયા વર્ષે પણ તેમણે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)  અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે કેવી રીતે પક્ષપલટા વિરોધી કાયદાની અવગણના કરીને સરકારને નીચે લાવવામાં આવી રહી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

હું CM પદ છોડવા માટે તૈયાર છું, એકવાર આગળ આવીને કહો : ઉદ્ધવ ઠાકરે

બળવાખોર શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના(Eknath Shinde)  બળવાને કારણે સરકાર સામે આવી રહેલી કટોકટી અંગે પોતાનું મૌન તોડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો બળવાખોર ધારાસભ્યો જાહેર કરે કે તેઓ ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી, તો તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.અને પદ છોડવા માટે તેઓ તૈયાર હોવાનુ પણ જણાવ્યુ. તેમણે કહ્યું કે જો શિવસૈનિકોને લાગે છે કે ઠાકરે પાર્ટીનું નેતૃત્વ કરવા સક્ષમ નથી તો તેઓ શિવસેના પ્રમુખ પદ પણ છોડવા તૈયાર છે.

વધુમાં ઠાકરેએ કહ્યું, ‘તમે સુરત(Surat)  અને અન્ય જગ્યાએથી નિવેદનો કેમ આપો છો ? મારી સામે આવો અને મને કહો કે હું મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખના હોદ્દા સંભાળવા સક્ષમ નથી. હું તરત જ રાજીનામું આપીશ. હું મારું રાજીનામું તૈયાર રાખીશ અને તમે આવીને રાજભવન લઈ જઈ શકો છો.

Next Article