Maharashtra Political Crisis : મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે : સૂત્રો

|

Jun 28, 2022 | 6:31 PM

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ((Uddhav Thackeray) રાજીનામુ નહિ આપે તેવી માહિતી સૂત્રોએ આપી છે. તેમજ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીના નિર્ણય સાથે રહેવા માટે સંમત થયા હતા

Maharashtra Political Crisis :  મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે : સૂત્રો
Uddhav Thackeray (File)
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રમાં(Maharashtra)  ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે ઠાકરે કેબિનેટની(Cabinet) બેઠક સાંજે પાંચ વાગે બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ((Uddhav Thackeray) રાજીનામુ નહિ આપે તેવી માહિતી સૂત્રોએ આપી છે. તેમજ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીના નિર્ણય સાથે રહેવા માટે સંમત થયા હતા.કેબિનેટની બેઠકમાં મંત્રીઓએ સીએમ ઉદ્ધવ ઠાકરેને તમામ સત્તાઓ આપી દીધી અને કહ્યું કે, જો સરકારને બરખાસ્ત કરવી હોય તો કેબિનેટની બેઠક યોજવાની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ઉદભવેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે ધારાસભ્યોને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. ઉદ્ધવે પોતાના સંદેશમાં કહ્યું કે માત્ર બળવાખોર ધારાસભ્યોએ તેમની સાથે એકવાર વાત કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં તેમની સરકાર પર છવાયેલા સંકટના વાદળ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક સંદેશ જાહેર કરીને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંદેશમાં કહ્યું કે તમે છેલ્લા કેટલાક દિવસોથી ગુવાહાટીમાં છો. તમારા વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં પણ છે. તમે હજુ પણ શિવસેનામાં છો. તમારામાંથી કેટલાક ધારાસભ્ય પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે અને તેમની લાગણીઓ મને જણાવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉદ્ધવ ઠાકરેએ  બળવાખોર ધારાસભ્યોને આ અપીલ કરી હતી

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને પોતાના સંદેશમાં વધુમાં કહ્યું કે હું શિવસેના પરિવારના વડા તરીકે તમારી ભાવનાઓનું સન્માન કરું છું. પરિવારના વડા તરીકે, હું તમને હૃદયથી કહું છું. આમાં એક રસ્તો છે. ચાલો સાથે બેસીને રસ્તો કાઢીએ. તેમણે કહ્યું કે કોઈના ખોટી વાતોમાં ના આવો, શિવસેનાએ જે સન્માન આપ્યું છે તે ક્યાંય નથી મળી શકતું, તમે અહિયાં આવીને બોલશો તો રસ્તો મોકળો થશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા છે.

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે આ પહેલા પણ બળવાખોર ધારાસભ્યોને આવી ભાવનાત્મક અપીલ કરી ચૂક્યા છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિને જોતા એવું લાગે છે કે શિવસેનાના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર પર ખતરો વધી રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

 

Next Article