AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: અજીત પવાર પરત આવશે તો ખુશી થશે, જે ધારાસભ્યો ગયા તેમના સંપર્કમાં છું- સુપ્રિયા સુલે

સુપ્રિયા સુલેએ કહ્યું કે અજિત પવાર વિશે કહ્યું હતું કે તેમના માટે તેમના હૃદયમાં હંમેશા આદર છે. તેમની સાથે કોઈ મતભેદ નથી. આ દરમિયાન તેમણે અજિત પવાર સાથે પણ વાતચીત કરી હતી. તેમનો પક્ષ સંઘર્ષથી ડરશે નહીં.

Maharashtra Political Crisis: અજીત પવાર પરત આવશે તો ખુશી થશે, જે ધારાસભ્યો ગયા તેમના સંપર્કમાં છું- સુપ્રિયા સુલે
Ajit Pawar and Supriya Sule
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:47 AM
Share

Maharashtra Political Crisis: રવિવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) એક રાજકીય ભુકંપ આવી ગયો, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. અચાનક NCP નેતા અજિત પવાર (Ajit Pawar) તેમનું સમર્થન કરતા ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ત્યારબાદ રાજ્યમાં દિવસભર રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. તે જ સમયે, મધ્યરાત્રિએ, NCP કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે મીડિયાની સામે આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે જે પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમણે અજિત પવાર વિશે કહ્યું હતું કે તેમના માટે તેમના હૃદયમાં હંમેશા આદર છે. તેમની સાથે કોઈ મતભેદ નથી. આ દરમિયાન તેમણે અજિત પવાર સાથે પણ વાતચીત કરી હતી. તેમનો પક્ષ સંઘર્ષથી ડરશે નહીં. સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. પાર્ટી અને પરિવાર અલગ વિષય છે.

શરદ પવાર આપણા માટે પ્રેરણા છે. જો કે, આગળ શું કરવું તે અંગે સુલેએ કહ્યું કે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. જે ધારાસભ્યો ગયા છે તેમની સાથે વાત કરવામાં આવશે, હું તેમના સંપર્કમાં છું.

આ પણ વાંચો: Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર

શરદ પવારના જૂથમાં હવે માત્ર 13 ધારાસભ્યો

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પાર્ટી કાર્યકર્તાઓને પણ મળ્યા છે. તે જ સમયે, અજિત પવાર સિવાય, 8 ધારાસભ્યોએ એકનાથ શિંદે અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. અજિત પવારે દાવો કર્યો છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્રમાં NCP પાસે 53 ધારાસભ્યો છે, જેમાં NCP પ્રમુખ શરદ પવારના જૂથમાં હવે માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે.

ટ્રિપલ એન્જિન બની ગઈ મહારાષ્ટ્ર સરકાર – એકનાથ શિંદે

અજિત પવારનું કહેવું છે કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને તેઓ એક પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા છે. તેમણે NCPના લગભગ તમામ ધારાસભ્યો સાથે મળીને શિંદે-ફડણવીસ સરકારનો સાથ આપવાનું નક્કી કર્યું. તેઓએ શપથ લીધા છે અને આગામી વિસ્તરણમાં અન્ય કેટલાક મંત્રીઓનો ઉમેરો થશે.

રાજ્યના ગવર્નર રમેશ બૈસે છગન ભુજબલ, દિલીપ વાલસે-પાટીલ, હસન મુશરફ, ધનંજય મુંડે, ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, સંજય બંસોડ અને અનુલ પાટીલને પણ શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર હવે “ટ્રિપલ એન્જિનમાં ફેરવાઈ ગઈ છે અને બુલેટ ટ્રેનની જેમ ચાલશે”.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">