Republic Day 2022: મહારાષ્ટ્ર પોલીસે વધાર્યુ ગૌરવ, પોતાના નામે કર્યા 51 પોલીસ મેડલ, 4 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ પણ મેળવ્યા

|

Jan 25, 2022 | 11:39 PM

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના 51 પોલીસકર્મીઓને મેડલ મળ્યા છે. આમાંથી ચાર પોલીસ અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ 'રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ' આપવામાં આવ્યા છે.

Republic Day 2022: મહારાષ્ટ્ર પોલીસે વધાર્યુ ગૌરવ, પોતાના નામે કર્યા 51 પોલીસ મેડલ, 4 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ પણ મેળવ્યા
Maharashtra Police - Symbolic Image

Follow us on

પ્રજાસત્તાક દિવસની (Republic Day 2022) પૂર્વ સંધ્યાએ (25 જાન્યુઆરી, મંગળવાર) પોલીસ ચંદ્રકોની (Police Medals) જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના 51 પોલીસકર્મીઓને મેડલ મળ્યા છે. આમાંથી ચાર પોલીસ અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ ‘રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ’ આપવામાં આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્ર પોલીસના નામે સાત ‘પોલીસ વીરતા મેડલ’ આવ્યા છે. આ સાથે 40 પોલીસકર્મીઓના નામે પ્રશંસનીય સેવાઓ બદલ ‘પોલીસ મેડલ’ આવ્યો છે. દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશના પોલીસકર્મીઓને તેમની બહાદુરી માટે પોલીસ મેડલ આપે છે. આ વર્ષે પોલીસ મેડલ માટે કુલ 939 નામ જાહેર કરવામાં આવ્યા છે.

દેશના કુલ 939 પોલીસ મેડલની યાદીમાં 88 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ (PPM), 189 પોલીસકર્મીઓને પોલીસ શૌર્ય ચંદ્રક (PMG), અને 662 પોલીસકર્મીઓને પ્રશંસનીય સેવાઓ બદલ પોલીસ મેડલ (PM) અને 2 રાષ્ટ્રપતિ શૌર્ય પદક પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી મહારાષ્ટ્ર પોલીસના નામે 51 પોલીસ મેડલ આવ્યા છે.

આ ચાર પોલીસ અધિકારીઓ છે જેમને રાષ્ટ્રપતિ વિશિષ્ઠ સેવા મેડલ મળ્યો છે

રાષ્ટ્રપતિ વિશિષ્ઠ સેવા મેડલ માટે જે ચાર પોલીસ અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

1. વિનય મહાદેવરાવ કોરગાઓકર, અધિક પોલીસ મહાનિર્દેશક (PCR), ઓલ્ટ કસ્ટમ હાઉસ, ફોર્ટ મુંબઈ

2. પ્રહલાદ નિવૃત્તિ ખાડે, કમાન્ડન્ટ (SRPF), ધુલે

3. ચંદ્રકાંત રામભાઉ ગુંડગે, પોલીસ ઇન્સ્પેક્ટર (PTC), દૌંડ, પુણે

4. અનવર બેગ ઈબ્રાહીમ બેગ મિર્ઝા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, (SP) નાંદેડ

આ 7 પોલીસકર્મીઓના નામે આવ્યા પોલીસ વીરતા મેડલ

મહારાષ્ટ્રના જે સાત પોલીસકર્મીઓ નામે પોલીસ શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે તે છે-

1. ગોપાલ મણિરામ ઉસેન્ડી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ

2. મહેન્દ્ર ગાનુ કુલેટી, નાઈક પોલીસ કોન્સ્ટેબલ

3. સંજય ગણપતિ બકમવાર, પોલીસ કોન્સ્ટેબલ

4. ભરત ચિંતામણ નાગરે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર

5. દિવાકર કેસરી નરોટે, નાયક પોલીસ કોન્સ્ટેબલ

6. નિલેશ્વર દેવાજી પડ, નાયક પોલીસ કોન્સ્ટેબલ

7. સંતોષ વિજય પોટવી, પોલીસ કોન્સ્ટેબલ

આ 40 પોલીસકર્મીઓને પોલીસ મેડલ મળ્યા છે

આ ઉપરાંત પોલીસ મેડલ મેળવનાર રાજ્યના 40 પોલીસકર્મીઓ છે – રાજેશ પ્રધાન, ચંદ્રકાંત મહાદેવ જાધવ, સીતારામ લક્ષ્મણ જાધવ, ભરત કેશવરાવ હુંબે, ગજાનન લક્ષ્મીકાંત ભાતલવંડે, અજયકુમાર સૂર્યકાંત લાંડગે, જીતેન્દ્ર યશવંત મિસાલ, વિદ્યાશંકર દુર્ગાપ્રસાદ મિશ્રા, જગદીશ જગન્નાથ કુલકર્ણી, સુરેન્દ્ર ગજેન્દ્ર મલાલે, પ્રમોદ હરિરામ લોખંડે, મિલિંદ ગણેશ નાગાવકર, શશિકાંત દાદુ જગદાળે, રઘુનાથ રામચંદ્ર નિમ્બાળકર, સંજય અન્નાજી કુલકર્ણી, રાષ્ટ્રપાલ ચંદ્રભાન સવૈતુલ, પ્રકાશ ભીલા ચૌધરી, નંદકિશોર શાંતારામ સરફરે.

રાજેશ રાવણરાવ જાધવ, શિવાજી વિઠ્ઠલ દેસાઈ, રાજારામ ધર્મા ભોઈ, દેવેન્દ્ર પરાશરામ બાગી, સંભાજી સુદામ બનસોડે, બબન નારાયણ શિંદે, પાંડુરંગ લક્ષ્મણ વાંજલે, વિજય ઉત્તમ ભોગ, પાંડુરંગ પંઢરીનાથ નિઘોટ, રાજેન્દ્ર કૃષ્ણ ચવ્હાણ, અનિલ પાંડુરંગ ભુરે, સંજય એકનાથ તિજોર, રવિકાંત પાંડુરંગ બડકી, અલ્તાફ મોઇઉદ્દીન શેખ, સત્યનારાયણ કૃષ્ણ નાઈક, બસ્તર લક્ષ્મણ મડાવી, કાશીનાથ મારુતિ ઉભે, અમરસિંહ વસંતરાવ ભોસલે, આનંદરાવ ગોપીનાથ કુંભાર, મધુકારા હરિશ્ચંદ્ર પવાર, સુરેશ મુરલીધર વાનખેડે, લહુ મનોહર રાઉત.

 

આ પણ વાંચો :  Mumbai BMC Election: મુંબઈમાં ભાજપની મહત્વની બેઠક સંપન્ન, મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાને હરાવવાનો સંકલ્પ

Next Article