સંજય રાઉત સામે ઈડીની કાર્યવાહીને લઈને બીજેપી નેતા કિરીટ સૌમેયાએ સાધ્યું નિશાન, આ રીતે યાદ અપાવી પીએમ મોદીની વાત

શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ની પત્નીના નામે અલીબાગમાં 8 પ્લોટ જપ્ત કર્યા છે અને મુંબઈના દાદર સ્થિત ફ્લેટને જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya BJP) પોતાની પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉત સામે ઈડીની કાર્યવાહીને લઈને બીજેપી નેતા કિરીટ સૌમેયાએ સાધ્યું નિશાન, આ રીતે યાદ અપાવી પીએમ મોદીની વાત
BJP leader Kirit Somaiya (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:30 PM

ઈડી (ED) દ્વારા આજે (5 એપ્રિલ, મંગળવાર) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ની પત્નીના નામે અલીબાગમાં 8 પ્લોટ જપ્ત કર્યા છે અને મુંબઈના દાદર સ્થિત ફ્લેટને જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya BJP) પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને તેમણે સંજય રાઉત પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, સંજય રાઉત તેમને 12 પાનાનો પત્ર લખે અથવા ગમે તે કરો, કાર્યવાહી કરવામાં આવશે. આવું કહીને કિરીટ સોમૈયાએ સંજય રાઉત પર કટાક્ષ કર્યો હતો.

કિરીટ સોમૈયાએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેના જમણા હાથ સંજય રાઉત પ્રવિણ રાઉતના પારિવારિક મિત્ર, ભાગીદાર છે. બંનેની પત્નીઓ વચ્ચે નાણાકીય લેવડદેવડ હોવાનું સાબિત થયું છે. આજે કાર્યવાહી કરીને, EDએ અલીબાગમાં સંજય રાઉતની કેટલીક જમીન, મિલકત અને મુંબઈના દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો છે.

સંજય રાઉતને આ કાર્યવાહીની જાણ હતી

આ મુદ્દે આગળ બોલતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, ‘સંજય રાઉતને આ કાર્યવાહીની જાણ હતી, ત્યારે જ તેમણે દસ મહિના પહેલા ED ઓફિસમાં જઈને 55 લાખ રૂપિયા પરત કર્યા હતા. EDની કાર્યવાહી થોડા દિવસોથી ચાલી રહી હતી. છેલ્લા બે મહિનાથી સંજય રાઉતની દોડધામ, બોગસ પત્રવ્યવહાર, ED પર આરોપ, કિરીટ સોમૈયા અને નીલ સોમૈયાને જેલમાં મોકલવાની વાતો શરૂ થઈ હતી. હું તેમની માનસિક સ્થિતિ સમજી શકું છું.

પીએમ મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું

પીએમ મોદીને યાદ કરાવતા કિરીટ સોમૈયાએ કહ્યું, પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે સંજય રાઉત 12 પાનાનો પત્ર લખે અથવા રાજ્યસભાના સ્પીકરને પત્ર લખે અથવા મનવાણીના નામે ED ઓફિસર અને કિરીટ સોમૈયા પર આરોપ લગાવે, પરંતુ કાર્યવાહી થઈને રહેશે. જો સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને એમ લાગતુ હોય કે સરકાર પોલીસનો માફિયાની જેમ ઉપયોગ કરીને કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓને ચૂપ કરાવવામાં સફળ થતી હોય તો તે તેમની ભૂલ છે. કાર્યવાહી કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : EDની મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી, શિવસેના સાંસદ સંજય રાઉતની અલીબાગ અને મુંબઈમાં સંપત્તિ કરી જપ્ત

g clip-path="url(#clip0_868_265)">