મહારાષ્ટ્ર હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો, આખરે ઠાકરે સરકારમાં રમખાણો શા માટે થયા ? સાંસદ નવનીત રાણાએ કર્યો હતો પ્રશ્ન

|

Dec 06, 2021 | 8:16 PM

સાંસદ નવનીત રાણાએ કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસની સરકારના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં આવા કોમી રમખાણો ક્યારેય થયા નહોતા. પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની મહા વિકાસ અઘાડી સરકારમાં આવા તોફાનો શા માટે થયા? આ રમખાણોમાં ઠાકરે સરકારની ભૂમિકા શું હતી? તેની તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલે નક્કર કાર્યવાહી થવી જોઈએ.

મહારાષ્ટ્ર હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો, આખરે ઠાકરે સરકારમાં રમખાણો શા માટે થયા ? સાંસદ નવનીત રાણાએ કર્યો હતો પ્રશ્ન
Navneet Ravi Rana, Independent MP from Amravati, Maharashtra

Follow us on

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો તોડી પાડ્યા બાદ ત્રિપુરામાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ કે અહીં મસ્જિદોને નુકસાન થયું છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં હિંસા (Maharashtra Violence) થઈ હતી. ત્રિપુરાની આ ઘટનાને લઈને મુસ્લિમ સંગઠનોએ મોરચો કાઢ્યો હતો. આ મોરચાઓમાં હિંસાની ઘટનાઓ બની હતી. ત્યારે તેના વિરોધમાં ભાજપ દ્વારા અમરાવતી બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

ભાજપ દ્વારા અપાયેલા બંધમાં પણ હિંસા (Amravati Riots) ફાટી નીકળી હતી. ભાજપ આ રમખાણો માટે રઝા એકેડમી નામની સંસ્થાને જવાબદાર ઠેરવી રહી છે અને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે. મહારાષ્ટ્રમાં હિંસાનો આ મુદ્દો હવે સંસદમાં ગુંજ્યો છે. ઠાકરે સરકાર પર પ્રહાર કરતા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રવિ રાણાએ (Navneet Ravi Rana) અનેક સવાલો ઉભા કર્યા છે.

મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે મહારાષ્ટ્રમાં રમખાણો કેમ રોક્યા ન હતા ? શું આ રમખાણોને ઠાકરે સરકારનું સમર્થન હતું? રમખાણોને લઈને રાજ્ય સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવતા સાંસદ નવનીત રાણાએ સંસદમાં આઘાડી સરકારને ઘેરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નવનીત રાણાએ અમરાવતી રમખાણોને લઈને ઠાકરે સરકાર પર આ સવાલો ઉઠાવ્યા હતા

એમપી રાણાએ સવાલ કર્યો, ’12 નવેમ્બર, 2021ના રોજ અમરાવતીમાં હજારો લોકો પોલીસની પરવાનગી લીધા વિના એકઠા થયા હતા. મોરચો કાઢ્યો. કેટલાક રાજકીય પક્ષોએ મોરચાને સમર્થન આપ્યું હતું. પોલીસે તે મોરચાઓને કેમ ન રોક્યા? શું મહારાષ્ટ્ર સરકારની પરવાનગીથી મોરચો કાઢવામાં આવ્યો હતો? તે સમયે મહારાષ્ટ્ર સરકાર સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ શા માટે ઉશ્કેરણીજનક ભાષણો આપતા હતા? આ મોરચા દરમિયાન એકઠા થયેલા ટોળાએ વેપારીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. કેટલાક લોકોએ મારપીટ કરી હતી. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ હિંસા માટે ઉપદ્રવીઓને આટલી હિંમત કોણે આપી? આ હિંસા પાછળ કોણ છે?’

‘ફડણવીસ સરકાર વખતે રમખાણો નહોતા થયા, ઠાકરે સરકાર વખતે કેમ થયા?’

આગળ નવનીત રાણાએ કહ્યું, ‘આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ઠાકરે સરકાર હિંસા પર કાબૂ મેળવવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારના કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં આવા કોમી રમખાણો ક્યારેય થયા નહોતા. પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની મહા વિકાસ અઘાડી સરકારમાં આવા તોફાનો શા માટે થયા? આ રમખાણોમાં ઠાકરે સરકારની ભૂમિકા શું હતી? તેની તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલે નક્કર કાર્યવાહી થવી જોઈએ.

અમરાવતીના સાંસદે કહ્યું, ‘રઝા એકેડમીએ ત્રિપુરાની ઘટના અંગે અફવા ફેલાવી હતી. તેણે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. રઝા એકેડમીના કેન્દ્રો પર કાર્યવાહી થવી જોઈએ. માત્ર અમરાવતીમાં જ નહીં પરંતુ નાંદેડ અને નાસિકના માલેગાંવમાં પણ રમખાણો થયા હતા. આવા તોફાનોના ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો :  રોકડનો જમાનો ગયો, UPI ટ્રાન્ઝેક્શનમાં આવ્યો 70 ટકાનો વધારો, નવેમ્બરમાં દરરોજ 25,000 કરોડના UPI ટ્રાન્ઝેક્શન

Next Article