રોકડનો જમાનો ગયો, UPI ટ્રાન્ઝેક્શનમાં આવ્યો 70 ટકાનો વધારો, નવેમ્બરમાં દરરોજ 25,000 કરોડના UPI ટ્રાન્ઝેક્શન
ઓક્ટોબર મહિનામાં આ રેકોર્ડસ્તર પર હતું. નવેમ્બરમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 0.71 ટકાનો ઘટાડો નોંધાયો. ફેસ્ટિવ સીઝનની વચ્ચે ઓક્ટોબરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં ભારે તેજી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction)માં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ખુબ વધારો મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન ( UPI Transaction)માં લગભગ 70 ટકા વધારો દેખાયો છે. આ દરમિયાન ડેબિટકાર્ડ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો આવ્યો છે. એક અહેવાલ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે પણ વેલ્યુ અને વોલ્યુમની રીતે હાલમાં થોડો ઘટાડો થયો છે.
ઓક્ટોબર મહિનામાં આ રેકોર્ડસ્તર પર હતું. નવેમ્બરમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 0.71 ટકાનો ઘટાડો નોંધાયો. ફેસ્ટિવ સીઝનની વચ્ચે ઓક્ટોબરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં ભારે તેજી જોવા મળી હતી. ઓક્ટોબરમાં સતત પાંચમાં મહિને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તેજી નોંધાઈ હતી. નવેમ્બર મહિનામાં તેમાં ઘટાડો આવ્યો. આ પહેલા મે મહિનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો નોંધાયો હતો.
દરરોજ 13 કરોડ ટ્રાન્ઝેક્શન
રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં કુલ 418 કરોડ UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. ટોટલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 7.68 લાખ કરોડ રૂપિયા છે. ઓક્ટોબરમાં UPI ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 421 કરોડ હતી. ઓક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 0.40 ટકાનો ઘટાડો નોંધાયો. નવેમ્બર મહિનામાં દરરોજ 13 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. દરરોજની ટ્રાન્ઝેક્શન વેલ્યુ લગભગ 25 હજાર કરોડ રૂપિયા છે.
કરન્સી ઈન સર્કુલેશનમાં ઘટાડો
SBIના રિપોર્ટ મુજબ કરન્સી ઈન સર્કુલેશનમાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો. એપ્રિલ-નવેમ્બર 2021ની વચ્ચે કરન્સી ઈન સર્કુલેશન 1.3 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 3.2 લાખ કરોડ હતો. આ વર્ષે દિવાળી પર 1.25 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ખરીદી કરવામાં આવી, છતાં કરન્સી ઈન સર્કુલેશનમાં કોઈ પ્રકારનો ઉછાળો આવ્યો નથી. 2014 બાદ આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે.
ઓનલાઈન પેમેન્ટ પર ભાર
એક અહેવાલ મુજબ ફેસ્ટિવ સિઝનમાં લોકો ખરીદી કરવા દરમિયાન ઓનલાઈન પેમેન્ટ પર વધારે ફોક્સ કરી રહ્યા છે. 41 ટકા કસ્ટમર ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. 26 ટકા રોકડમાં અને 23 ટકા ડેબિટ અને ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરી રહ્યા છે.
મોબાઈલથી પેમેન્ટનો ક્રેઝ વધ્યો
એક અહેવાલ મુજબ છેલ્લા 4 વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનમાં લગભગ 70 ટકા વધારો નોંધાયો છે. ભારતીય કસ્ટમરો હવે કોઈ પણ પ્રકારની ખરીદી માટે મોબાઈલથી પેમેન્ટ કરવામાં વધારે રસ દાખવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 2,700 કરોડ વખત UPI ટ્રાન્ઝેક્શન થયા છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં કુલ 2200 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ઓટો પેમાં પણ ઘણોસુધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચો: Maharashtra OBC Quota: સ્થાનિક ચૂંટણીઓમાં OBCને 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે