AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Vs Congress : ‘કોંગ્રેસે મુંબઈના કાર્યકરોને યુપી મોકલીને કોરોના ફેલાવવાનું પાપ કર્યું’, પીએમ મોદીના આ આરોપનો મહારાષ્ટ્રના નેતાઓએ આપ્યો જવાબ

નાના પટોલેએ કહ્યું, પીએમ મોદીનું નિવેદન તેમના પદ અને કદને અનુરૂપ નથી. મજૂરોને ટિકિટ આપીને મોકલવાનો તેઓ આરોપ અમારા પર લગાવી રહ્યા છે. હા, અમે માનવતાના નાતે ટિકિટ વહેંચી. ટ્રેન કોણે ચલાવી?'

BJP Vs Congress : 'કોંગ્રેસે મુંબઈના કાર્યકરોને યુપી મોકલીને કોરોના ફેલાવવાનું પાપ કર્યું', પીએમ મોદીના આ આરોપનો મહારાષ્ટ્રના નેતાઓએ આપ્યો જવાબ
PM મોદીના આરોપોના કોંગ્રેસના નેતાઓએ જવાબ આપ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:41 PM
Share

સોમવારે લોકસભામાં આપેલા પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોંગ્રેસ (BJP vs Congress) પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ‘કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો હતો. તે સમયે મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ મુંબઈના રેલ્વે સ્ટેશનો પર ઉભેલા મજૂરોને ટ્રેનની ટિકિટો વહેંચી રહ્યા હતા અને તેઓ ગરીબ મજૂરોની સંભાળ લેવાની જવાબદારીમાંથી ભાગી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓની આ હરકતોને કારણે મહારાષ્ટ્રથી લઈને યુપી, બિહાર અને પંજાબમાં કોરોના ફેલાઈ ગયો. એટલે કે જ્યાં કોરોનાનો ચેપ ઓછો હતો ત્યાં પણ કોંગ્રેસે કોરોના ફેલાવવાનું પાપ કર્યું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સહિત ઘણા નેતાઓએ પીએમ મોદીના પ્રહાર પર પ્રતિક્રિયા આપી છે.

નાના પટોલેએ અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી દ્વારા પીએમ મોદીના આરોપોના જવાબમાં કહ્યું, પીએમ મોદીનું નિવેદન તેમના પદ અને કદને અનુરૂપ નથી. મજૂરોને ટિકિટ આપીને મોકલવાનો તેઓ આરોપ અમારા પર લગાવી રહ્યા છે. હા, અમે માનવતાના નાતે ટિકિટ વહેંચી. ટ્રેન કોણે ચલાવી?’

જો તમે ટ્રેનો ચલાવી જ ન હોત, તો અમે ટિકિટ આપીને મજૂરોને તેમના ગામ કેવી રીતે મોકલત ? તમે લોકડાઉનમાં વ્યવસાયો બંધ કર્યા. મજુરો દાણા-દાણા માટે મજબૂર થઈ ગયા. ત્યારે કોંગ્રેસે માનવતાના નાતે તે મજૂરોની મદદ કરી. આના વખાણ થવા જોઈએ તેના બદલે અમને ટીકા સાંભળવી પડી રહી છે.

‘ભાજપ તેના પાપોનો ભાર કોંગ્રેસ પર નાખી રહી છે, કારણ કે હાર દેખાઈ રહી છે’

નાના પટોલેએ વધુમાં કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનના ભાગલા સમયે જે હાલત દેખાતી હતી તે લોકડાઉન સમયે દેખાઈ રહી હતી. વાહનવ્યવહાર થંભી ગયો હતો. મજૂરો પાસે રોજગાર ન હતો, ખોરાક ન હતો, પૈસા ન હતા. ત્યારે કોંગ્રેસે તેમને ટેકો આપ્યો હતો.

વાસ્તવમાં, આગામી પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેથી ભાજપ જૂની યુક્તિઓ અપનાવી રહી છે. 2014માં પણ ભાજપ કોંગ્રેસને ખરાબ દેખાડીને સત્તા પર આવી, 2019માં પણ તેનું પુનરાવર્તન થયું. હવે 2024માં પણ ભાજપ આવું જ કરવા જઈ રહી છે. પરંતુ જનતા આ વખતે તેમની વાતમાં આવવાની નથી.

‘પીએમ મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો, અસંવેદનશીલતાનું ઉદાહરણ’

કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે હા કોંગ્રેસે મજૂરોની મદદ કરી. જ્યાં સુધી તેઓ અહીં રહ્યા ત્યાં સુધી તેમની સંભાળ લીધી. જ્યારે તેને ઘરે જવાની ઈચ્છા થઈ ત્યારે તેના ઘરે જવાની વ્યવસ્થા પણ કરી. મહારાષ્ટ્રમાં તેમની રોજગારી છીનવાઈ નથી. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમની નોકરી સુરક્ષિત હતી.

જો પીએમ મોદીએ આ માટે અમારી પ્રશંસા કરી હોત તો અમે ખુશ થાત. કોંગ્રેસ નેતા સચિન સાવંતે કહ્યું કે પીએમ મોદીનું આ નિવેદન તેમની અસંવેદનશીલતા દર્શાવે છે. કોરોના યુગની મોદી સરકારની નિષ્ફળતાને છુપાવવા માટે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો : બહેનપણીની આત્મહત્યાથી ડોક્ટરની દુઃખી પત્નીએ પણ કર્યો આપઘાત, બે મહિલાઓના આ પગલાથી ખળભળાટ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">