Maharashtra Latest Updates: થોડીવારમાં PMLA કોર્ટમાં હાજર થશે સંજય રાઉત, શિવસેનાનું વિરોધ પ્રદર્શન

|

Aug 01, 2022 | 12:24 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈના (Mumai) પાત્રા ચોલ જમીન કૌભાંડના સંબંધમાં રવિવારે મોડી રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી હતી. તે જ સમયે, આજે (સોમવાર) ED મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વાગ્યે સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઈએ કે સંજય રાઉતના વકીલ EDની ઓફિસ પહોંચ્યા છે. તેમની ધરપકડ પહેલા, EDએ રાઉતના ઘરે […]

Maharashtra Latest Updates:  થોડીવારમાં PMLA કોર્ટમાં હાજર થશે સંજય રાઉત, શિવસેનાનું વિરોધ પ્રદર્શન
Sanjay Raut

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)મુંબઈના (Mumai) પાત્રા ચોલ જમીન કૌભાંડના સંબંધમાં રવિવારે મોડી રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી હતી. તે જ સમયે, આજે (સોમવાર) ED મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વાગ્યે સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઈએ કે સંજય રાઉતના વકીલ EDની ઓફિસ પહોંચ્યા છે. તેમની ધરપકડ પહેલા, EDએ રાઉતના ઘરે લગભગ નવ કલાક સુધી દરોડા પાડ્યા હતા, જેમાં 11.5 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી. તે જ સમયે, દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં EDની પ્રાદેશિક કચેરીમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રાઉત તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

EDના અધિકારીઓ રવિવારે સવારે 7 વાગે મહારાષ્ટ્રમાં સંજય રાઉતના ભાંડુપ બંગલે પહોંચ્યા હતા. અહીંથી સંજય રાઉતને ED દ્વારા પૂછપરછ માટે ઓફિસ લઈ જવામાં આવી હતી, ત્યાંથી તેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પાત્રાચોલ જમીન કૌભાંડ કેસમાં બે વખત બોલાવવામાં આવ્યા બાદ પણ સંજય રાઉત ED સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ EDની ટીમ પૂછપરછ માટે રવિવારે વહેલી સવારે તેમના ઘરે પહોંચી હતી.

ભગવો લહેરાવતા ઘરની બહાર આવ્યા રાઉત

આ દરમિયાન સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ખોટી કાર્યવાહી… ખોટા પુરાવા, હું શિવસેના છોડીશ નહીં. હું મરી જઈશ તો પણ આત્મ સમર્પણ નહિ કરું. મહારાષ્ટ્ર અને શિવસેનાની આ લડાઈ ચાલુ રહેશે. આટલું જ નહીં શિવસેના નેતા વતી પાર્ટીનું પ્રતીક પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, લગભગ 9 કલાકની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. આ પછી સંજય રાઉત ભગવા કપડા લહેરાવતા ઘરની બહાર આવ્યા અને ત્યાં હાજર શિવસૈનિકોનો આભાર માન્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ તરફ કોંગ્રેસ અને એનસીપી ભાજપ પર પ્રહાર કરી રહી છે. તેમજ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી દ્વારા રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ તરફ શિવસૈનિકો ખાસ કરીને પાલઘર જીલ્લાના વાડામાં આક્રમક બન્યા છે. તેમજ ધરપકડ વિરોધમાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

Next Article