Maharashtra: ‘જો શિંદે તેમના 40 ધારાસભ્યોને MNSમાં મર્જ કરવાનો પ્રસ્તાવ મૂકે તો શું તેઓ સ્વીકારશે ?’ જાણો રાજ ઠાકરેએ શું આપ્યો જવાબ

|

Jul 24, 2022 | 7:28 AM

દરેક વ્યક્તિને પાર્ટીનો વિસ્તાર કરવાનો અધિકાર છે. કોણ આગળ વધવા માંગતું નથી? તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જો તમે આત્મઘાતી પગલું ભરવાનું શરૂ કરી દો તો કોઈ શું કરે?’ એમ કહીને રાજ ઠાકરેએ (Raj Thackeray, MNS) ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું.

Maharashtra: જો શિંદે તેમના 40 ધારાસભ્યોને MNSમાં મર્જ કરવાનો પ્રસ્તાવ મૂકે તો શું તેઓ સ્વીકારશે ? જાણો રાજ ઠાકરેએ શું આપ્યો જવાબ
Raj Thackeray & Eknath Shinde

Follow us on

જો એકનાથ શિંદેનો (Eknath Shinde) દાવો છે કે તેમની પાસે વિધાનસભામાં ધારાસભ્યો અને લોકસભામાં  સાંસદોની બહુમતી છે. થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી સહિત જિલ્લા સ્તરની ઘણી નગરપાલિકાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં પણ શિવસેનાના હોદ્દેદારોનું સમર્થન છે. તેથી જ શિંદે સેના જ અસલી શિવસેના (Shiv Sena) છે, જો તે સ્વીકારવામાં નહીં આવે તો તેઓએ તેમના સમર્થકો સાથે એક યા બીજી પાર્ટીમાં ભળી જવું પડશે. આવી સ્થિતિમાં જો શિંદે MNS સાથે વિલીનીકરણનો પ્રસ્તાવ લઈને આવે છે તો શું રાજ ઠાકરે આ પ્રસ્તાવને સ્વીકારશે? રાજ ઠાકરેએ આનો સકારાત્મક જવાબ આપ્યો છે.

જો આવું થાય તો, હું તેના પર વિચાર કરીશ. રાજ ઠાકરેએ આ જવાબ આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજ ઠાકરેએ કહ્યું, ‘એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો મારા જૂના સાથી છે. આવી શક્યતા વિશે મને મીડિયામાંથી જ ખબર પડી. આ એક ટેકનિકલ બાબત છે. પરંતુ જો શિંદેની જરૂર પડશે અને તેમની તરફથી પ્રસ્તાવ આવશે તો હું તેમના 40 લોકોને મારી પાર્ટીમાં સામેલ કરવાનો વિચાર કરીશ.રાજ ઠાકરેએ એક મરાઠી ન્યૂઝ ચેનલ ઝી 24 તાસને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી.

‘ઉદ્ધવ ઠાકરે વિશ્વાસું માણસ નથી, એક દિલ અને એક જીભના માણસ નથી’

આ મુલાકાતમાં, રાજ ઠાકરેએ તેમના મોટા પિતરાઈ (યાદ અપાવી દઈએ કે માત્ર રાજ ઠાકરેના પિતા અને બાળાસાહેબ ઠાકરે જ સગા ભાઈઓ નથી પરંતુ રાજ ઠાકરેના માતા અને ઉદ્ધવ ઠાકરેના માતા મીનાતાઈ ઠાકરે પણ સગા બહેનો હતા) ઉદ્ધવ ઠાકરે વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું, ‘તે વ્યક્તિ બોલે છે કંઈક અને કહે છે કંઈક. તેઓ વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી. સમગ્ર દેશ અને મહારાષ્ટ્ર તેમના વિશે એટલું જાણતું નથી, જેટલુ હું જાણું છું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રાજ ઠાકરેએ કહ્યું, ‘તમે સત્તા માટે કંઈ પણ કરશો. કોઈની પણ સાથે જશો અને પક્ષ મુશ્કેલીમાં આવશે તો બાળાસાહેબનું નામ લઈને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશો. દરેક વ્યક્તિને પાર્ટીનો વિસ્તાર કરવાનો અધિકાર છે. કોણ આગળ વધવા માંગતું નથી? તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જો તમે આત્મઘાતી પગલું ભરવાનું શરૂ કરી દો તો કોઈ શું કરે?’ એમ કહીને રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું.

Next Article