Maharashtra Heat Wave: મહારાષ્ટ્રમાં તાપમાનમાં થયો વધારો, મુંબઈએ ગરમીના મામલે 1956નો રેકોર્ડ તોડ્યો

હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારી કે હોસાલીકર (K Hosalikar IMD) એ મુંબઈમાં આ ઝડપથી વધી રહેલી ગરમીનું કારણ જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે આગામી બે દિવસમાં મુંબઈમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે પછી ગરમી ધીમે ધીમે ઘટશે.

Maharashtra Heat Wave: મહારાષ્ટ્રમાં તાપમાનમાં થયો વધારો, મુંબઈએ ગરમીના મામલે 1956નો રેકોર્ડ તોડ્યો
Heat wave alert issued
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 11:48 PM

મહારાષ્ટ્રમાં શિયાળો અને કમોસમી વરસાદ બાદ પણ મોસમનો માર (Maharashtra Weather) રોકાયો નથી. હવે ગરમીનું પ્રમાણ (Heat Wave)  વધવા લાગ્યું છે. રાયગઢ અને કર્જતમાં માર્ચ મહિનામાં તાપમાન તેની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. મુંબઈએ માર્ચ મહિનામાં 1956નો રેકોર્ડ તોડ્યો છે. એટલે કે આટલા વર્ષોમાં પહેલીવાર માર્ચ મહિનામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રમાણ 41 ડિગ્રી (Mumbai Temperature)  સેલ્સિયસ નોંધાયું. એટલે કે ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના ઘણા વિસ્તારોમાં તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. અહીં અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું શરૂ થઈ ગયું છે. મુંબઈને અડીને આવેલા રાયગઢ અને કર્જતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આ સમયે અહીં તાપમાન 44.2 પર પહોંચી ગયું છે. મંગળવારે પરભણીમાં 38.02 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વાશિમમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગરમીને લઈને મુંબઈએ 1956નો રેકોર્ડ તોડ્યો

મંગળવારે મુંબઈમાં ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ 1956માં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં હીટ વેવ રહેવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત કે હોસાલીકર એ મુંબઈમાં આ ઝડપથી વધી રહેલી ગરમીનું કારણ જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે આગામી બે દિવસમાં મુંબઈમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે પછી તે ધીમે ધીમે ઘટશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આગામી બે દિવસ તાપમાનમાં જબરદસ્ત વધારો થશે, કોંકણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

વધતા તાપમાનને જોતા ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને કોંકણ વિસ્તારોમાં આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ રહેવાની આગાહી કરી છે. કોંકણ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધતી જતી ગરમીમાં નાના બાળકો અને વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ડીહાઈડ્રેશનથી બચવા માટે શરીરમાં પાણીની કમી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. ગરમીના કારણે પેટમાં ખેંચાણ, થાક વધવો, હીટસ્ટ્રોક જેવી અનેક સમસ્યાઓ સામે આવી શકે છે. તેથી જ પુષ્કળ પાણી પીવાનું ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">