Maharashtra Unlock : રાજ્યમાં કોરોના કેસ ઘટતા કોવિડ પ્રતિબંધો હટાવાયા, આ જિલ્લાઓ થશે સંપૂર્ણ અનલોક

|

Mar 02, 2022 | 3:25 PM

મહારાષ્ટ્રમાં અગાઉ તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો, સફારી, પ્રવાસન સ્થળો, સ્પા, દરિયા કિનારા, મનોરંજન ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, પ્લેહાઉસ, હોટલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી.

Maharashtra Unlock : રાજ્યમાં કોરોના કેસ ઘટતા કોવિડ પ્રતિબંધો હટાવાયા, આ જિલ્લાઓ થશે સંપૂર્ણ અનલોક
Maharashtra Unlock (File Photo)

Follow us on

Maharashtra Unlock: આજથી અડધા મહારાષ્ટ્રને (Maharashtra) સંપૂર્ણ રીતે અનલોક કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યના અડધા જિલ્લાઓમાંથી કોરોના સંબધિત તમામ નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની (Corona Case) ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai), નાગપુર, પુણે (Pune) સહિતના અડધા જિલ્લાઓ પ્રતિબંધોથી સંપૂર્ણપણે મુક્ત થઈ રહ્યા છે.

કોરોના કેસ ઘટતા હટાવાયા પ્રતિબંધ

જે જિલ્લાઓમાં રસીકરણની ગતિ તેજ છે, તે જિલ્લાઓમાં કોઈ પ્રતિબંધ  રહેશે નહીં. એટલે કે હવે મહારાષ્ટ્રના અડધા જિલ્લાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, થિયેટર સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.તમને જણાવી દઈએ કે, પ્રતિબંધોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો સ્કેલ 70 ટકા રસીકરણ રાખવામાં આવ્યુ છે. એટલે કે, જે જિલ્લાઓમાં 70 ટકાથી વધુ લોકોએ રસીકરણ (Vaccination) થયુ છે, તે જિલ્લાઓમાં કોઈ નિયંત્રણો(Covid Guidelines)  લાગુ રહેશે નહીં.

મહારાષ્ટ્રમાં અગાઉ રાષ્ટ્રીય ઉદ્યાનો, સફારી, પ્રવાસન સ્થળો, સ્પા, દરિયા કિનારા, મનોરંજન ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, પ્લેહાઉસ, હોટલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી.તેમજ લગ્ન સમારોહમાં વધુમાં વધુ 200 લોકોની હાજરી અને અંતિમ સંસ્કારમાં લોકોની હાજરી અંગેની શરતો પણ દૂર કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં દરખાસ્ત

અત્યાર સુધી રાજ્યમાં બ્યુટી પાર્લર, સલૂન, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, ડ્રામા હોલ, સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે રાખવાની શરત હતી, પરંતુ ગયા મહિનાથી કોરોના સંક્રમિતોના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.જો કોરોના કેસની વાત કરીએ તો રવિવારે 407 કેસ નોંધાયા હતા.સાથે જ રાજ્યમાં હાલમાં સાડા છ હજાર સક્રિય કોરોના દર્દીઓ છે.

આવી સ્થિતિમાં,કેન્દ્ર સરકારે રાજ્યોને સંજોગોના આધારે કોરોના સમયગાળાના નિયંત્રણો હળવા કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેના આધારે મહારાષ્ટ્રમાં પણ ગુરુવારથી કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં પ્રતિબંધોમાં છૂટછાટની દરખાસ્તને માન્યતા આપવામાં આવી હતી.જે જિલ્લાઓમાં 70 ટકાથી વધુ રસીકરણ પૂર્ણ થયું છે.એટલે કે જ્યાં 70 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે, તે જિલ્લાઓમાંથી તમામ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અડધાથી વધુ જિલ્લાઓમાં સંપૂર્ણ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ચલાવી રહ્યા છે રિક્ષા, લોકો તેમને જોઈને ચોંક્યા !

Published On - 3:25 pm, Wed, 2 March 22

Next Article