AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા સમાચાર! મહારાષ્ટ્રના 14 જિલ્લા સંપૂર્ણ રીતે અનલૉક, કોરોનાકાળના તમામ પ્રતિબંધો હટ્યા, બાકીના જીલ્લાઓ માટે આ છે નિયમો

મહારાષ્ટ્ર સરકારે કોરોના સમયગાળાના નિયંત્રણોમાં છૂટછાટ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી માર્ગદર્શિકા 4 માર્ચથી અમલમાં આવશે.એટલે કે, રાજ્યના 14 જિલ્લામાં કોરોના સમયગાળા પહેલાની જેમ જ સંપૂર્ણ ક્ષમતાથી બધું શરૂ થશે.

મોટા સમાચાર! મહારાષ્ટ્રના 14 જિલ્લા સંપૂર્ણ રીતે અનલૉક, કોરોનાકાળના તમામ પ્રતિબંધો હટ્યા, બાકીના જીલ્લાઓ માટે આ છે નિયમો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 9:47 PM
Share

મહારાષ્ટ્રને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે 14 જિલ્લાઓ (Maharashtra Unlock) પરથી કોરોના સમયગાળાને લગતા તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. સિનેમા હોલ, પ્લે હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો 100 ટકા ક્ષમતા પર ખોલવામાં (Restrictions relaxed) આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના સમયગાળાના નિયંત્રણોમાં છૂટછાટ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી માર્ગદર્શિકા 4 માર્ચથી અમલમાં આવશે. એટલે કે રાજ્યના 14 જિલ્લામાં કોરોના સમયગાળા પહેલાની જેમ જ સંપૂર્ણ ક્ષમતાથી બધું શરૂ થશે. બાકીના જિલ્લાઓમાં પણ માત્ર મનોરંજનના સ્થળો અને પર્યટન સંબંધિત ક્ષેત્રો 50 ટકા ક્ષમતાથી શરૂ થશે. બાકીના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના નવા નિયમો અનુસાર 14 જિલ્લાઓ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો સંબંધિત સભાઓનું આયોજન કરી શકાશે. તેવી જ રીતે સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી કચેરીઓ પૂર્ણ ક્ષમતાથી શરૂ કરી શકાશે. આ ઉપરાંત જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે, તેમને આંતરરાજ્ય મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે હવે શાળાને સંપૂર્ણપણે ઓફલાઈન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના આ 14 જિલ્લાઓમાં થિયેટર, રેસ્ટોરન્ટ 100% ખુલ્યા!

મુંબઈ

મુંબઈ ઉપનગર

પુણે

ભંડારા

સિંધુદુર્ગ

નાગપુર

રાયગઢ

વર્ધા

રત્નાગીરી

સતારા

સાંગલી

ગોંદિયા

ચંદ્રપુર

કોલ્હાપુર

બાકીના જિલ્લાઓ માટે આ છે નવા નિયમો

જે જિલ્લાઓ A ગ્રેડમાં નહીં આવે તેવા જિલ્લાઓમાં શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, પ્લે હોલ, રેસ્ટોરન્ટ, બાર, રમતના મેદાન, જીમ, સ્પા, સ્વિમિંગ પુલ, ધાર્મિક સ્થળો, ડ્રામા હાઉસ, ટૂરિસ્ટ પ્લેસ, એમ્યુઝમેન્ટ પાર્ક, તમામ જાહેર સ્થળોને 50 ટકા ક્ષમતાથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. A ગ્રેડના જિલ્લાઓમાં આ 100 ટકા ક્ષમતાથી શરૂ થશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને આંતરરાજ્ય સ્થળાંતર માટે કાં તો સંપૂર્ણ રસીકરણ જરૂરી રહેશે અથવા RTPCRનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો જરૂરી રહેશે.

આ રીતે જિલ્લાઓને A અને B જૂથમાં વહેંચવામાં આવ્યા

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણોસર રાજ્ય સરકારે કોરોના સમયગાળાના પ્રતિબંધોને દૂર કરવાનો અથવા ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ માટે કોરોનાની સ્થિતિના આધારે જિલ્લાઓને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જ્યાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગયો છે, તે જિલ્લાઓને એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. બાકીના જિલ્લાઓને બી ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે.

A ગ્રેડના જિલ્લાઓ છે જ્યાં 90 ટકા વસ્તીને રસીનો પ્રથમ અને 70 ટકા વસ્તીને બીજો ડોઝ મળી ચુક્યો છે. ઉપરાંત, જે જિલ્લાઓમાં પોઝીટીવીટી રેટ 10 ટકા અથવા તેનાથી ઓછો છે અને ICU બેડ 40 ટકાથી ઓછા ભરેલા છે, તેમને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા. A ગ્રેડ ધરાવતા કુલ 14 જિલ્લાઓ છે. તેમના નામ ઉપર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નવા નિયમો 4 માર્ચથી લાગુ થશે.

100% અનલોક માટે 100% રસીકરણની શરત

14 જિલ્લાઓમાં જ્યાં થિયેટર, રેસ્ટોરન્ટ, પર્યટન સ્થળો, રમતના મેદાન, ધાર્મિક સ્થળો, ઓફિસો, શાળાઓને 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી છે, ત્યાં કર્મચારીઓ અને તેમની સાથે સંકળાયેલા લોકોનું 100 ટકા રસીકરણ થવું જરૂરી રહેશે.

આ પણ વાંચો : Maharashtra: BMC બજેટમાં 650 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈઓ પર કમિશ્નરે લગાવ્યો પ્રતિબંધ, ભાજપે નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધ

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
g clip-path="url(#clip0_868_265)">