Maharashtra : રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે ? કેન્દ્રની સૂચનાઓ પર CM ઉદ્ધવ ઠાકરે લઈ શકે છે નિર્ણય

|

Aug 30, 2021 | 8:06 AM

કેન્દ્ર સરકારની સૂચનાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકાર હવે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવા વિચારી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh tope)આ અંગે માહિતી આપી હતી.

Maharashtra : રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે ? કેન્દ્રની સૂચનાઓ પર CM ઉદ્ધવ ઠાકરે લઈ શકે છે નિર્ણય
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra :  છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણમાં (Corona Case) અચાનક વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાંથી સામે આવી રહ્યા છે. ઉપરાંત કેરળ બાદ મહારાષ્ટ્રમાં પણ વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોનાની ત્રીજી લહેરનો (Third wave) ભય વધી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કેટલીક સૂચનાઓ આપી છે. કેન્દ્ર સરકારની આ સૂચનાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકાર હવે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવા વિચારી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ અંગે માહિતી આપી હતી.

વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે પ્રયાસ

રાજ્યમાં વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે રાજ્ય પ્રયત્ન કરી રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજેશ ભૂષણે રાજ્યના મુખ્ય સચિવ (Sitaram kunte) ને વધુ વેક્સિનેશનને વેગ આપવા માટે વધારે વેક્સિન (Vaccine) જથ્થો આપવાનું પણ જણાવ્યુ હતુ. આ સાથે કેન્દ્રએ રાજ્યને નિર્દેશ કર્યો છે કે દહી હાંડી અને ગણેશોત્સવ (Ganeshotsav) જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ ભીડ એકઠી ન થાય અને કોરોના સંબંધિત પ્રતિબંધોનું પાલન કરવવા માટે જણાવ્યુ હતુ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દેશમાં ફરી કોરોના સંક્રમણ વધવાની આશંકા

દેશના 41 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરના (Corona Third Wave) એંધાણ વર્તાય રહ્યા છે. ICMR ના ડિરેક્ટર બલરામ ભાર્ગવના (Balram Bhargav) જણાવ્યા અનુસાર, “કોરોના સંબંધિત નિયમોનું પાલન ન કરવાને કારણે કોરોના ફરી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યો છે.” કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળ (Kerala) અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને રોકવા માટે અન્ય રાજ્યોની તુલનામાં અહીં વધુ પ્રતિબંધક પગલાં લેવાની સુચના પણ આપી છે.

તમને જણાવી દઈએ કે કેરળમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે. શનિવારે કેરળમાંથી એક દિવસમાં કુલ 31 હજાર 265 કોરોના કેસ નોંધાયા હતા. સાથે 153 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં 30 હજારથી વધુ દર્દીઓ સતત આવી રહ્યા છે,ત્યારે વધતા કોરોના કેસથી હાલ તંત્રની ચિંતા વધી છે.

 

આ પણ વાંચો: Maharashtra: ઠાકરે સરકારને આંચકો, ED એ પરિવહન મંત્રી અનિલ પરબને મંગળવારે હાજર થવા નોટીસ પાઠવી

આ પણ વાંચો:  Maharashtra: 100 કરોડની વસૂલી મામલે અનિલ દેશમુખને ક્લીન ચિટ નહીં, CBI એ કરી સ્પષ્ટતા

Next Article