Maharashtra : પુણે સતારા રોડ પર સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, 3 દુકાનો બળીને ખાક – VIDEO

દુકાનમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતા પુણેમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દુકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.

Maharashtra : પુણે સતારા રોડ પર સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, 3 દુકાનો બળીને ખાક - VIDEO
Maharashtra Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 9:20 AM

મહારાષ્ટ્રથી આવી રહેલા મોટા સમાચાર મુજબ પુણેના સતારા રોડ પર ડીમાર્ટ પાસે ત્રણ અલગ-અલગ દુકાનોમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. તે જ સમયે, આ આગની ઘટનામાં 2 લોકો ઘાયલ પણ થયા છે. હાલ 7 ફાયર ટેન્ડર સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ દુકાનમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતા પુણેમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દુકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.

સિલિન્ડર બ્લાસ્ટ થતા ભંયકર આગ

ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પુણેના સતારા રોડ પર સ્થિત ડી માર્ટ શોપિંગ સેન્ટર પાસે બની હતી. અહીં અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દુકાનમાં આગ લાગી હતી. આ ઘટના સોમવારે રાત્રીના 2.30 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દુકાનનો સામાન રસ્તા પર આવીને વેરવિખેર થઈ ગયો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ રોડ પર દરેક જગ્યાએ કાટમાળ વિખરાઈ ગયો હતો.

આગથી 2 લોકો ઘાયલ

પુણેમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ બાદ એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દુકાનની છત ઉડી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ પછી, રસ્તા પર ફેલાયેલ કાટમાળને સાફ કરવામાં આવ્યો.

જણાવવામાં આવી રહ્યું છે કે પુણેના સતારા રોડ પર સ્થિત ડી માર્ટ શોપિંગ સેન્ટર પાસે આ અકસ્માત થયો હતો. અહીં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દુકાનમાં આગ લાગી હતી. આ ઘટના સોમવારની રાત્રે બની હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધડાકો એટલો જોરદાર હતો કે દુકાનનો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ રોડ પર દરેક જગ્યાએ કાટમાળ જોવા મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">