Maharashtra Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,098 નવા કેસ, વાઈરસથી 6 લોકોના મોત, 20 હજારથી વધુ સક્રિય કેસ

|

Jul 05, 2022 | 9:45 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Case) છેલ્લા 24 કલાકમાં કોરોનાના ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, વાયરસથી 6 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં 20,820 સક્રિય કેસ છે.

Maharashtra Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,098 નવા કેસ, વાઈરસથી 6 લોકોના મોત, 20 હજારથી વધુ સક્રિય કેસ
Maharashtra Corona Update

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) કોરોના સંક્રમણના મામલામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની રહ્યું છે. કોરોના વાયરસની (Corona Virus) ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વાઈરસથી 6 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં હવે 20,820 સક્રિય કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 3,098 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓ વાયરસ સામેની લડાઈ હારી ગયા. રાહતની વાત એ છે કે 4,207 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં સૌથી વધુ કોરોનાની અસર નોંધાઈ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે કોરોના વાઈરસના ચેપના 1,515 નવા કેસ જોવા મળ્યા હતા અને ચેપને કારણે વધુ ત્રણ દર્દીઓના મોત થયા હતા. તે જ સમયે 3 જુલાઈએ કોરોના વાઈરસ ચેપના 2,962 નવા કેસ નોંધાયા હતા. વિભાગના જણાવ્યા અનુસાર આ નવા કેસ સાથે, રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 79,89,909 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1,47,949 પર પહોંચી ગયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1.14 લાખને પાર

દેશમાં એક જ દિવસમાં કોરોના વાઈરસના 13,086 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન 12,456 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે 1,14,475 સક્રિય કેસ છે. તે જ સમયે, પોઝીટીવીટી રેટ 2.90 ટકા છે.

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના છેલ્લા 10 દિવસથી કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જ્યારે 05 જૂલાઈના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,595 થવા પામી છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 249 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 82, વડોદરામાં 41, ભાવનગરમાં 22, રાજકોટમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 16, જામનગરમાં 13, કચ્છમાં 12, સુરત જિલ્લામાં 12, ગાંધીનગરમાં 09, મોરબીમાં 09, અમદાવાદ જિલ્લામાં 08, ભરૂચમાં 08, પાટણમાં 08, ગાંધીનગર જિલ્લામાં 07, મહેસાણામાં 07, રાજકોટ જિલ્લામાં 05, આણંદમાં 04, ખેડામાં 04, અમરેલીમાં 03, પોરબંદરમાં 03, બનાસકાંઠામાં 03, ગીર સોમનાથમાં 02, તાપીમાં 02, જામનગરમાં 01, જૂનાગઢમાં 01, પંચમહાલમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

Next Article