Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, 2,962 નવા કેસ સાથે સક્રિય કેસ 22 હજારને પાર

|

Jul 03, 2022 | 10:44 PM

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણના 2,962 નવા કેસ નોંધાયા પછી, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 79,85,296 થઈ ગઈ છે.

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, 2,962 નવા કેસ સાથે સક્રિય કેસ 22 હજારને પાર
Maharashtra Corona Update (Symbolic Image)

Follow us on

દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના (Corona Cases) કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર (Maharashtra) સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. જ્યાં રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના  2,962 નવા કેસ નોંધાયા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 79,85,296 થઈ ગઈ છે. તે જ સમયે, આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, નવા કેસમાંથી 761 મુંબઈથી સામે આવ્યા છે. ઓમિક્રોનના (Omicron) સબ-વેરિઅન્ટ BA.4થી સંક્રમણનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે.આમાં અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત થયા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 1,47,940 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા સંક્રમણના 2,971 કેસ નોંધાયા હતા અને 5 દર્દીઓના મોત થયા હતા. જોકે, હવે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 22,485 થઈ ગઈ છે.

હકીકતમાં, મુંબઈમાં એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા રાજ્યમાં BA.4 પોઝિટિવ હોવાનું જાણવા  મળી હતી.  જોકે તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે, રાજ્યમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.4 અને BA.5 દર્દીઓની કુલ સંખ્યા વધીને 64 થઈ ગઈ છે. જ્યારે, ચેપગ્રસ્ત મુંબઈની 60 વર્ષીય મહિલાનું રસીકરણ પૂર્ણ થયું હતું. આ હોવા છતાં, તે 16 જૂને ચેપગ્રસ્ત મળી આવી હતી. આ સાથે, ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.4 થી અન્ય વ્યક્તિને ચેપ લાગ્યો હોવાનો કેસ સામે આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહારાષ્ટ્રમાં કોરોનાના 2,962 નવા કેસ સામે આવ્યા છે

કોરોના ચેપના 2,369 નવા કેસ મળી આવ્યા

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,369 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે 1,402 દર્દીઓએ વાયરસને હરાવ્યો છે. હવે રાજ્યમાં 25 હજાર 570 સક્રિય કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસે એટલે કે રવિવારે (26 જૂન) ચેપના 6,493 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે, રાજ્યમાં ઓમિક્રોનના સબ BA.4 અને 5 વેરીયેટના પાંચ દર્દીઓ દેખાયા છે. પુણે મેડિકલ કોલેજના રિપોર્ટ અનુસાર, BA.5ના ત્રણ અને BA.4ના બે દર્દી મુંબઈથી સામે આવ્યા છે. આ પહેલા 25 જૂને 1,128 દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા હતા.

કોરોનાના કેસોએ દેશભરમાં ટેન્શન વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,103 નવા કેસ નોંધાયા છે જ્યારે 31 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે. કેરળ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાંથી સામે  આવી રહ્યા છે.

Next Article