Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 186 નવા કેસ નોંધાયા, ભીડવાળી જગ્યાએ ફરજીયાત થઈ શકે છે માસ્ક 

|

Apr 27, 2022 | 10:02 PM

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ( Health Minister Rajesh Tope ) બુધવારે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના કેસોની (coronavirus cases) સંખ્યામાં વધારો થવાની વચ્ચે મહારાષ્ટ્રમાં ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવામાં આવી શકે છે.

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 186 નવા કેસ નોંધાયા, ભીડવાળી જગ્યાએ ફરજીયાત થઈ શકે છે માસ્ક 
Corona Cases

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Health Minister Rajesh Tope) બુધવારે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો થવાની વચ્ચે મહારાષ્ટ્રમાં ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવામાં આવી શકે છે. જો કે ટોપેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા હજુ પણ 1,000ની નીચે છે, જ્યારે રાજ્યમાં પ્રતિ મિલિયન કેસોની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઘણી ઓછી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી શકે છે. મને લાગે છે કે આ નિર્ણય (જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે) બેઠક બાદ લેવામાં આવી શકે છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતનો હેતુ રાજ્યોમાં કોવિડના નિયમોને ફરીથી લાગુ કરવાનો હતો, જેથી કોરોનાના વધતા જતા કેસોને સમયસર રોકી શકાય. આ બેઠક બાદ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મીડિયા સામે આ વાત કહી.

તેમણે કહ્યું કે દિલ્હીએ માસ્ક ફરજિયાત બનાવ્યા છે અને 500 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના જિલ્લામાં પણ માસ્ક પ્રતિબંધ પાછો ફર્યો છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગમાં સામાન્ય ચર્ચા એ છે કે ભીડવાળી જગ્યાએ માસ્ક ફરજિયાત બનાવવું જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યમાં 2 એપ્રિલે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા

મહારાષ્ટ્રે 2 એપ્રિલે મરાઠી નવા વર્ષ, ગુડી પડવા નિમિત્તે તમામ કોવિડ-19 સંબંધિત નિયંત્રણો હટાવ્યા હતા. જો કે ટોપેએ પછી લોકોને કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે સ્વેચ્છાએ માસ્ક પહેરવા વિનંતી કરી.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 નવા કેસ મળ્યા, રાજ્યમાં 955 એક્ટિવ દર્દીઓ

આરોગ્ય વિભાગ તરફથી બુધવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 186 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા હવે 955 પર પહોંચી ગઈ છે. તે જ સમયે મંગળવારે મુંબઈમાં 102 સહિત રાજ્યમાં 153 લોકોમાં ચેપ જોવા મળ્યો હતો.

જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવામાં આવશે

મંત્રીએ કહ્યું કે હાલમાં રાજ્યમાં દરરોજ સરેરાશ 25,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. કોવિડ-19 સંપર્કોનું ટ્રેકિંગ સઘન બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં SARS-COV-2નું કોઈ નવું સ્વરૂપ નથી, પરંતુ તેમ છતાં રાજ્યમાં જિનોમ સિક્વન્સિંગને ઝડપી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર રસીકરણના મોરચે રાષ્ટ્રીય સરેરાશની નજીક છે, પરંતુ તે 12-15 અને 15-17 વર્ષની વયના બાળકોના રસીકરણમાં પાછળ છે.

આ પણ વાંચો :  PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

Next Article