AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

રાજ્યમાં હાલ 195 RTPCR લેબોરેટરીમાં રોજના 1 લાખ 40 હજારથી વધુ ટેસ્ટિંગ અને દર મહિને 3000 થી વધુ જિનોમ સિક્વન્સ ટેસ્ટની સુવિધા વિકસાવવામાં આવેલી છે.

PM MODIની કોવિડ-19 સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
CM Bhupendra Patel was present at the video conference meeting of PM MODI regarding Covid-19
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 7:00 PM
Share

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM MODI) દેશમાં કોવિડ-19 ની (Covid-19) સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાને કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જે કાર્ય કર્યુ તેણે કોરોના સામેની લડાઇમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે તેવો મત દર્શાવ્યો હતો.

તેમણે આ સંદર્ભમાં બધા જ મુખ્યમંત્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓ તથા કોરોના વોરિયર્સની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય નિમિષાબહેન સુથાર પણ સહભાગી થયા હતા.

ગુજરાતે કોવિડ મહામારીના અટકાવ અને નિયંત્રણ માટે મહત્વના પાંચ સ્તંભોના આધારે રણનીતિ અને પગલાં લીધા છે. આ સ્થંભોમાં નેતૃત્વ અને નીતિઓ, આરોગ્ય તંત્રને સજ્જ અને સુદ્રઢ કરવું, સર્વેલન્સ અને અટકાવ, હોસ્પિટલ અને સારવાર તથા જનજાગૃતિ અને લોક સહયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

રાજ્યમાં 1 લાખથી વધુ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા 33 હજારથી વધુ સ્ટાફનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ 195 RTPCR લેબોરેટરીમાં રોજના 1 લાખ 40 હજારથી વધુ ટેસ્ટિંગ અને દર મહિને 3000 થી વધુ જિનોમ સિક્વન્સ ટેસ્ટની સુવિધા વિકસાવવામાં આવેલી છે. લોકોના સર્વેક્ષણ માટે ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટની સ્ટ્રેટેજી માટે 15 હજારથી વધુ મેડીકલ ટીમ દ્વારા રોજના પાંચ લાખથી વધુ લોકોના સર્વેલન્સની કેપેસિટી બિલ્ટ અપ કરાઇ છે. કોવિડ-19 વેક્સિનેશન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓનો 99.7 ટકાને પ્રથમ ડોઝ, 97.6 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે.

એટલું જ નહિ, 15 થી 17 વર્ષની વયજૂથમાં પ્રથમ ડોઝ અન્વયે 86 ટકા તેમજ બીજા ડોઝ અંતર્ગત 84.5 ટકા સિદ્ધિ મેળવવામાં આવી છે. ગુજરાતને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો વિજેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ સમીક્ષા બેઠકમાં કોરોનાના ત્રણેય વેવમાં રાજ્ય સરકારે આરોગ્ય સલામતિ માટે લીધેલા પગલાંઓ તથા આયુર્વેદ ઊકાળા, ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, ICU બેડ વગેરેની વિસ્તૃત વિગતો પણ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ડી.જી.પી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ રાજકુમાર,મનોજ અગ્રવાલ તેમજ વરિષ્ઠ સચિવો આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચો :Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું

આ પણ વાંચો :KGF Chapter 3 : સુપરસ્ટાર યશે તેની અપકમિંગ ફિલ્મ વિશે કહી આ વાત

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">