Maharashtra: એકનાથ શિંદેના દિલ્હી પ્રવાસ દરમ્યાન પુત્ર સીએમની ખુરશી પર બેસતા જ શરૂ થયો વિવાદ

|

Sep 24, 2022 | 8:06 AM

અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે NCPએ આ મામલે બિનજરૂરી રીતે હંગામો મચાવ્યો છે. તેમણે કહ્યું, 'જે જગ્યાની તસવીર ટ્વીટ કરવામાં આવી છે તે સીએમ ઓફિસ નથી, પરંતુ મારું ઘર છે.

Maharashtra: એકનાથ શિંદેના દિલ્હી પ્રવાસ દરમ્યાન પુત્ર સીએમની ખુરશી પર બેસતા જ શરૂ થયો વિવાદ
Viral Photo (File Image )

Follow us on

સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) હાલ દિલ્હી પ્રવાસ પર છે. દરમિયાન, શરદ પવારની પાર્ટી એનસીપીના (NCP) નેતા રવિકાંત તારપેએ એક ફોટો ટ્વીટ કરીને મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસ સરકારના કામ પર આકરા પ્રહારો કર્યા હતા. એનસીપી નેતાએ દાવો કર્યો છે કે આ ફોટોમાં સીએમ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે મહારાષ્ટ્રના સીએમની ખુરશી પર બેસીને તેમના કામનો નિકાલ કરતા જોવા મળે છે. પોતાના ટ્વીટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે અભિનંદન, લોકશાહીનું લોકશાહીકરણ. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં તેમના પુત્રો સંભાળી રહ્યા છે મુખ્યમંત્રીની ખુરશી!

એનસીપી નેતાએ શ્રીકાંત શિંદેને સુપર સીએમ કહીને તેમની મજાક ઉડાવી હતી. NCP નેતા મહેબૂબ શેખે પણ આ ફોટો શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે શિંદે પિતા-પુત્ર મુખ્યમંત્રી પદની ગરિમાને ધૂળમાં ભેળવી રહ્યા છે. તેમણે પૂછ્યું છે કે આ કયો રાજ્ય ધર્મ છે? મહેબૂબ શેખે પોતાના ટ્વિટમાં ‘બાપ નંબરી, પુત્ર દસ નંબરી’ પણ લખ્યું છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

NCP નેતાએ ટ્વિટ કરીને કહ્યું- બાપ નંબરી, પુત્ર દસ નંબરી

શ્રીકાંત શિંદેએ સ્પષ્ટતા કરી

આ સમાચાર અને ફોટો ઝડપથી વાયરલ થતાની સાથે જ સીએમ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ તરત જ પોતાનો ખુલાસો કર્યો છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે NCPએ આ મામલે બિનજરૂરી રીતે હંગામો મચાવ્યો છે. તેમણે કહ્યું, ‘જે જગ્યાની તસવીર ટ્વીટ કરવામાં આવી છે તે સીએમ ઓફિસ નથી, પરંતુ મારું ઘર છે. જે ખુરશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુખ્યમંત્રીની ખુરશી નથી, મારી ખુરશી છે. હા, મારી ખુરશીની પાછળ સીએમ લખેલું બોર્ડ પણ ચોંટાડ્યું હોવાનું ધ્યાને આવ્યું નથી. આ એક સરળ બાબત છે, આ બાબતે ટોણો મારવો અને હંગામો ન કરવો.

ખુરશી મારી નથી, આ ઓફિસ મુખ્યમંત્રીની નથી, મારુ ઘર છે

Next Article