મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

|

Oct 26, 2024 | 12:16 PM

મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં મોટાભાગના નામ વિદર્ભ ક્ષેત્રના છે. કોંગ્રેસે નાગપુર દક્ષિણથી ગિરીશ પાંડવ, વર્ધાથી શેખર શિંદે અને યવતમાલથી અનિલ માંગુલકરને ટિકિટ આપી છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
Maharashtra Congress releases second list of 23 candidates

Follow us on

મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં મોટાભાગના નામ વિદર્ભ ક્ષેત્રના છે. કોંગ્રેસે નાગપુર દક્ષિણથી ગિરીશ પાંડવ, વર્ધાથી શેખર શિંદે અને યવતમાલથી અનિલ માંગુલકરને ટિકિટ આપી છે. કોંગ્રેસ આજે જ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરશે.

કોંગ્રેસ દ્વારા બે દિવસ પહેલા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં 48 ઉમેદવારોના નામ સામેલ હતા.

કોંગ્રેસ અનુસાર, ભુજબલથી રાજેશ તુકારામ, જલગાંવથી સ્વાતિ વાકેકર, સાવનેરથી અનુજા સુનિલ કેદાર, ભંડારાથી પૂજા ઠક્કર, રાલેગાંવથી બસંત પુરકે, કામથીથી સુરેશ ભવર, અર્જુનીથી દિલીપ બંસોડ, બસાઈથી વિજય પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-10-2024
ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર ખાઈ શકશે આ મીઠાઈ, જાણી લો
દરરોજ દાઢી કરવી કેટલી જોખમી ? જાણો કેટલા દિવસ બાદ Shaving કરવી જોઈએ
આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી

પાર્ટીએ કાંદાવલી-ઈસ્ટથી કાલુ બધેલિયા, અમીથી જીતેન્દ્ર મોઘે, જાલનાથી કૈલાશ ગોરંટીયાલ, શિરોલીથી ગણપત રાવ પાટીલને પણ સિમ્બોલ આપ્યા છે.

71 નામ જાહેર, આજે આવશે અંતિમ યાદી

કોંગ્રેસે અત્યાર સુધીમાં 71 નામ જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા આજે અંતિમ યાદી પણ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે હાલમાં 85 સીટો જાહેર કરી છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી ઓછામાં ઓછી 90-95 સીટો પર ઉમેદવારો ઉભા રાખશે. આ માટે સાથી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે.

આ પહેલા કોંગ્રેસે પ્રથમ યાદીમાં દિગ્ગજ નેતાઓના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં કુલ 48 ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટના નામનો સમાવેશ થાય છે.

Next Article