Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ સામે આવ્યો, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી
હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS એક્ટ હેઠળ ગુનો કર્યાની કબૂલાત કરી છે. જો આ વાત માની લેવામાં આવે તો પણ આ કેસમાં મહત્તમ સજા એક વર્ષની છે.
હાઈકોર્ટે ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drug Case) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan Drug Case) જામીન આપી દીધા છે. તે જ સમયે જામીન સંબંધિત બોમ્બે હાઈકોર્ટનો (Bombay Highcourt) વિગતવાર આદેશ આવ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી, જેનાથી એવું જાણવા મળે કે આરોપીઓએ ગુનો આચરવાનો પ્લાન બનાવ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS એક્ટ હેઠળ ગુનો કર્યાની કબૂલાત કરી છે. જો આ વાત માની લેવામાં આવે તો પણ આ કેસમાં મહત્તમ સજા એક વર્ષની છે. આરોપીઓ લગભગ 25 દિવસથી જેલમાં છે. તેણે સંબંધિત સમયે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે નક્કી કરવા માટે તેમની તબીબી તપાસ પણ કરવામાં આવી ન હતી.
હાજરી આપવા માટે NCB ઓફિસ પહોંચ્યો આર્યન
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શુક્રવારે NCB ઓફિસ પહોંચ્યો હતો. આર્યન 1.30 વાગ્યે ઓફિસે પહોંચ્યો અને હાજરી આપી. 10 મિનિટ પછી તે અહીંથી નીકળી ગયો. આ મામલે મુનમુન ધામીચા પણ હાજરી આપવા પહોંચી હતી.
28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન 26 દિવસ માટે આર્થર રોડ જેલમાં બંધ હતો. 28 ઓક્ટોબરે હાઈકોર્ટે તેમને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. તેને 30 ઓક્ટોબરે મુક્ત કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 14 શરતો સાથે જામીન આપ્યા હતા. તેમાં એક શરત એવી પણ હતી કે દર અઠવાડિયે શુક્રવારે તેણે NCB ઓફિસમાં હાજર રહીને પોતાની હાજરી વિશે જણાવવું પડશે.
દેશની બહાર નહી જઈ શકે આર્યન
હાઈકોર્ટના આદેશને કારણે આર્યન ખાન પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. જો તે વિદેશ જવા માગતો હોય તો પણ આ માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. તે અરબાઝ મર્ચન્ટ સહિત અન્ય કોઈ આરોપી સાથે વાત કરશે નહીં અને આ અંગે મીડિયા સમક્ષ પણ જશે નહીં. જો આર્યન કોર્ટની કોઈપણ શરતનું ઉલ્લંઘન કરે છે તો NCB પાસે આર્યનના જામીન રદ કરવા માટે અપીલ કરવાનો અધિકાર હશે.