Maharashtra: શું ઈ-બસ માટે BEST પાકિસ્તાની એજન્ટ સાથે મળેલી છે? જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ

|

Mar 17, 2022 | 7:02 PM

એફિડેવિટમાં આશિષ શેલારે બેસ્ટની ઈ-બસોની ટેન્ડર પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. પહેલા 200 બસો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને પછી 900 બસો માટે તેમને જાણ કર્યા વગર ટેન્ડર કરવામાં આવ્યા હતા. થોડા જ દિવસોમાં 1400 બસો માટે ફાઈનલ ટેન્ડર થઈ ગયું.

Maharashtra: શું ઈ-બસ માટે BEST પાકિસ્તાની એજન્ટ સાથે મળેલી છે? જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Bharatiya Janata Party leader Ashish Shelar

Follow us on

બેસ્ટ (BEST) જે મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીનો એક ભાગ છે. મુંબઈમાં વીજળી અને જાહેર પરિવહન બસ સેવાઓ ચાલે છે. ભાજપના નેતા આશિષ શેલારે (Ashish Shelar) હવે બેસ્ટના ઈ-બસ સર્વિસ પ્રોજેક્ટમાં પાકિસ્તાન (Pakistan) કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે. બેસ્ટ જે કંપની પાસેથી નવી ઈ-બસ ખરીદવા જઈ રહી છે અથવા તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે કંપનીને પાકિસ્તાનમાંથી ફંડિંગ મળે છે. આશિષ શેલારે આવો ગંભીર આક્ષેપ કર્યો છે. શેલારના કહેવા પ્રમાણે, પાકિસ્તાની એજન્ટ આ કંપનીને પૈસા આપે છે. જેને યુરોપિયન યુનિયન દ્વારા અને પનામા પેપર્સ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌભાંડ જાહેર કરવામાં આવ્યું છે.

એફિડેવિટમાં આશિષ શેલારે બેસ્ટની ઈ-બસોની ટેન્ડર પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. પહેલા 200 બસો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને પછી 900 બસો માટે તેમને જાણ કર્યા વગર ટેન્ડર કરવામાં આવ્યા હતા. થોડા જ દિવસોમાં 1400 બસો માટે ફાઈનલ ટેન્ડર થઈ ગયું.

તેમણે કહ્યું હતું કે હાલમાં, આ બસો ખરેખર મુંબઈના રસ્તાઓ પર દોડવા યોગ્ય છે કે નહીં, કોઈ સર્વે થયો છે કે નહીં, હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. પરંતુ જે કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે તેના સીઈઓ કૌભાંડી છે. તુલમરી નામની વ્યક્તિ કૌસીસી ઈ મોબિલિટી કંપનીના સીઈઓ છે. જેને કેનેડા, યુરોપિયન યુનિયન અને માલ્ટા જેવા દેશોએ કૌંભાડી જાહેર કર્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોકાણકારો હવાલા રેકેટ ચલાવે છે

શેલારે વધુમાં જણાવ્યું કે આ કંપનીના બે રોકાણકારોના નામ પણ પનામા પેપર્સમાં સામે આવ્યા છે. એક રોકાણકાર જેનું નામ શૌકત અલી અબ્દુલ ગફૂર છે. તે પાકિસ્તાની નાગરિક છે અને હવાલા રેકેટને હથિયાર વેચે છે. બીજી તરફ, બીજો રોકાણકાર અસદ અલી શૌકત જે પાકિસ્તાની નાગરિક છે, તે દુબઈમાં હવાલા રેકેટ ચલાવે છે. તેવો ગંભીર આક્ષેપ શેલારે કર્યો હતો.

ડીલ કરવાની શું જરૂર છે?

શેલારે સરકારને સવાલ પૂછ્યો છે કે આઘાડી સરકારને આવી કોઈ કંપની સાથે ડીલ કરવાની શું જરૂર છે, જેની પાસે પાકિસ્તાનના પૈસા છે અને સીઈઓ કૌભાંડી છે. રોકાણકારો હવાલા રેકેટ ચલાવે છે. આવા લોકો પાસેથી ઈ-બસ શા માટે લેવી?

આ પણ વાંચો : કચરામાંથી કંચન! BMCએ કુર્લાથી શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, હવે ઘરે ઘરે બનશે ખાતર, જાણો કેવી રીતે?

Next Article