AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ફંસાયો પેચ, રાજ્યપાલે વોઈસ વોટિંગ સામે ઉઠાવ્યો વાંધો, હવે શું કરશે ઠાકરે સરકાર?

વિધાનસભાના અધ્યક્ષની પસંદગી ગુપ્ત મતદાન દ્વારા થતી હતી. પરંતુ આ વખતે મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વોઈસ વોટિંગ દ્વારા ચૂંટણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) નિયમોમાં આ ફેરફારને મંજૂરી આપી નથી.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ફંસાયો પેચ, રાજ્યપાલે વોઈસ વોટિંગ સામે ઉઠાવ્યો વાંધો, હવે શું કરશે ઠાકરે સરકાર?
Maharashtra Governor Bhagat Singh Koshyari
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:29 PM
Share

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને (Maharashtra assembly speaker election) લઈને પેંચ ફસાઈ ગયો છે. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી ગુપ્ત મતદાન દ્વારા થતી હતી. પરંતુ આ વખતે મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વોઈસ વોટિંગ દ્વારા ચૂંટણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) નિયમોમાં આ ફેરફારને મંજૂરી આપી નથી. રાજ્યપાલની નજરમાં સભાપતિની ચૂંટણીની આ બદલાયેલી પ્રક્રિયા ગેરબંધારણીય છે.

રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને આ જવાબ આપ્યો છે. આવી સ્થિતિમાં આવતીકાલે (28 ડિસેમ્બર, મંગળવાર) વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે કે કેમ તે અંગે પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી સરકારનો અભિપ્રાય છે કે વિધાન ભવનમાં કામ કેવી રીતે થશે, તેના નિયમોમાં શું જરૂરી ફેરફારો કરવામાં આવશે, તે વિધાન ભવનના સભ્યોના અધિકારો સાથે જોડાયેલી બાબત છે. રાજ્યપાલ આમાં બિનજરૂરી દખલ કરી રહ્યા છે.

રાજ્યપાલ સાથે મહાવિકાસ આઘાડીના નેતાઓએ કરી હતી મુલાકાત 

રવિવારે સત્તાધારી મહા વિકાસ આઘાડીના નેતાઓ રાજભવન ગયા અને રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલને મળેલા નેતાઓમાં રાજ્યના મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળ અને શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે સામેલ હતા. આ ત્રણે નેતાઓએ રાજ્યપાલને જાણ કરી કે સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયામાં ફેરફાર લાવવામાં આવ્યો છે. આ સાથે રાજ્યપાલને આ પ્રક્રિયાને મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યપાલે તેમને કહ્યું હતું કે ‘કાલ સુધીમાં જણાવીશું’.

આજે રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો જવાબ આપ્યો છે. રાજ્યપાલે ગુપ્ત મતદાનને બદલે ઓપન વોટિંગની વૉઈસ વોટિંગની પ્રક્રિયાને બંધારણના નિયમોનું ઉલ્લંઘન ગણાવી છે અને આ પ્રક્રિયાને પોતાની મંજૂરી આપી નથી.

અધ્યક્ષની ચૂંટણી થઈને રહેશે – મહા વિકાસ આઘાડી

અહીં મહાવિકાસ આઘાડીએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વતી રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં રાજ્યપાલને કહેવામાં આવ્યું છે કે વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને વિધાન ભવનના નિયમો અને કાર્યો અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. તે અધિકારોના ઉપયોગ કરીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મંગળવારે સ્પીકરની ચૂંટણી થવાની કેટલી શક્યતા?

આ રીતે હાલમાં મહાવિકાસ અઘાડી સ્પીકરની ચૂંટણી મંગળવારે વૉઈસ વોટિંગ દ્વારા કરાવવા પર અડગ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ રીતે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભામાં પણ આવી જ વ્યવસ્થા છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યપાલ આ અંગે શું જવાબ આપે છે અને મંગળવારે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થાય છે કે પછી શિયાળુ સત્ર પણ સ્પીકરની ચૂંટણી વગર પસાર થશે.

એટલા માટે મહાવિકાસ આઘાડી દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે

જ્યાં સુધી વિપક્ષનો સવાલ છે તો વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પહેલેથી જ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીને તેના ધારાસભ્યોમાં વિશ્વાસ નથી કે જો ગુપ્ત મતદાન યોજાય તો તેઓ તેમના કહેવા પ્રમાણે મતદાન કરશે. આથી ગુપ્ત મતદાનની પરંપરા તોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ હાલ જેલમાં જ રહેશે, 14 દિવસ લંબાવવામાં આવી જ્યુડિશિયલ કસ્ટડી

g clip-path="url(#clip0_868_265)">