Maharashtra: અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી, મુંબઈ હાઈકોર્ટે કહ્યું, સ્વાસ્થ્ય સમસ્યાઓ સ્પષ્ટપણે જાણાવો

Bombay High Court: મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી સાથે સંબંધિત સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે.

Maharashtra: અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી, મુંબઈ હાઈકોર્ટે કહ્યું, સ્વાસ્થ્ય સમસ્યાઓ સ્પષ્ટપણે જાણાવો
Anil Deshmukh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 3:37 PM

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી સાથે સંબંધિત સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે. કોર્ટે દેશમુખને આરોગ્ય સંબંધિત કારણો સ્પષ્ટપણે જણાવવા કહ્યું છે. જેના આધારે તેઓ તેમના જામીન માટે તાત્કાલિક સુનાવણીની માંગ કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) અનિલ દેશમુખને જામીન આપવાનો વિરોધ કરી રહ્યું છે. EDએ અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો છે. ED અનિલ દેશમુખના જામીનનો વિરોધ કરી રહી છે. આજે (8 એપ્રિલ, શુક્રવાર) અનિલ દેશમુખની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણો સ્પષ્ટપણે જણાવવા જોઈએ જેના આધારે તેમને લાગે છે કે તેમના જામીન પર તરત જ વિચાર કરવામાં આવે.

હાઈકોર્ટે કહ્યું કે, જો અનિલ દેશમુખ સ્વાસ્થ્ય સંબંધિત આધાર પર જામીન ઈચ્છે છે તો કોર્ટ આ આધાર પર જ સુનાવણી કરશે. દેશમુખે તેમના સ્વાસ્થ્ય અને બીમારીની સ્થિતિ અંગે સ્વતંત્ર સોગંદનામું રજૂ કરવું જોઈએ. જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈએ અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમને આ વાત કહી. દેશમુખના વકીલે વહેલી સુનાવણીની અપીલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, દેશમુખ પહેલા પણ ઘણી અરજીઓ સુનાવણી માટે પેન્ડિંગ છે. તેને બાયપાસ કરીને, દેશમુખની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવી યોગ્ય રહેશે નહીં. કોર્ટે કહ્યું કે, જે તબીબી આધાર પર તેઓ જામીન માંગી રહ્યા છે, તેમણે અલગ અરજી દાખલ કરીને તેની માંગણી કરવી જોઈએ.

ED અનિલ દેશમુખના જામીનનો વિરોધ કરી રહી છે

અગાઉ, EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નામ આ સમગ્ર કેસના માસ્ટરમાઇન્ડ તરીકે જાહેર કર્યું હતું. દેશમુખના જામીનનો વિરોધ કરતાં, EDએ કોર્ટમાં કરેલી તેની અપીલમાં જણાવ્યું હતું કે, તેઓ એ કહી શક્યા નથી કે ભ્રષ્ટાચારના કારણે તેમની સંપત્તિનો સ્ત્રોત શું છે. શુક્રવારે જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈ સમક્ષ અનિલ દેશમુખની જામીન અરજીની સુનાવણીમાં ASG અનિલ સિંહે સ્પષ્ટ કર્યું કે, દેશમુખની અરજીના દરેક મુદ્દા પર બોલવા માટે કંઈ નવું નથી. તેથી, જ્યારે સુનાવણી થશે, ત્યારે તે કોર્ટ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

EDએ કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, દેશમુખથી મોટી ઉંમરના લોકો પણ જેલમાં છે. તેથી, આ આધાર પર જામીન પર મુક્ત થવાની કોઈ દલીલ નથી. જો તેઓને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. EDએ એ પણ જણાવ્યું કે, દેશમુખ પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી. જણાવી દઈએ કે 2 નવેમ્બરે EDએ અનિલ દેશમુખની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં સીબીઆઈ તેને આર્થર રોડ જેલમાંથી પણ પોતાની કસ્ટડીમાં લઈ રહી છે અને 100 કરોડની રિકવરી કેસમાં પૂછપરછ શરૂ કરી રહી છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">