મહારાષ્ટ્રમાં વિજળીના બિલની ભરપાઈ માટે કરવામાં આવી રહી છે કડક કાર્યવાહી, મીટર અને વાયર ખોલીને લઈ જઈ રહ્યા છે કર્મચારી
નોટીસ મોકલ્યા બાદ પણ બીલ નહીં ભરનારા ગ્રાહકોના મીટર અને વાયર જપ્ત કરવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર (Maharashtra)માં બાકી વીજ બિલ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોટિસ મોકલ્યા બાદ પણ વીજ બિલ નથી ભરાઈ રહ્યા તો વીજ કંપનીના કર્મચારીઓ ઘરે આવીને વાયર (Electricity Bill Recovery) કાપીને મીટર પોતાની સાથે લઈ જઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વીજળીનું વિતરણ કરતી સરકારી કંપની એમએસઈડીસીએલ/મહાવિતરણ (Maharashtra State Electricity Distribution Company Ltd.-MSEDCL/ MahaVitaran) કંપની પાસે ઘણા બધા બાકી વીજ બિલો જમા છે. હવે આ બાકી બીલની વસૂલાત માટે વીજ કંપની એક્શનમાં જોવા મળી રહી છે.
મરાઠવાડાના ઔદ્યોગિક અને વ્યાપારી 31,857 વીજ ગ્રાહકોના 43.80 કરોડ રૂપિયાના બિલ બાકી છે. આ ગ્રાહકોને નોટિસ પણ મોકલવામાં આવી હતી. પરંતુ નોટિસનો કોઈ જવાબ નહીં મળતા અને બિલ પણ ભરવામાં નહીં આવતા હવે મહાવિતરણે કાર્યવાહી શરૂ કરી છે.
આ તો માત્ર મરાઠાવાડ ક્ષેત્રનો આંકડો છે. આ જ પ્રકારે બાકી બિલના આંકડા અન્ય ક્ષેત્રોમાં પણ થઈ ગયા છે. આવી પરિસ્થિતીમાં વીજ કંપનીએ ઘરેલું, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિપંપ એટલે કે તમામ પ્રકારના ગ્રાહકો પાસેથી કડકાઈ સાથે બિલની રીકવરીની શરૂઆત કરવામાં આવી છે.
બાકી વીજ બિલના કારણે મહાવિતરણની હાલત ખરાબ, હવે વસૂલાતનો આ જ રસ્તો છે
એમએસઈડીસીએલ દ્વારા ‘હર ઘર દસ્તક’ અભિયાન દ્વારા વીજળી બિલની વસૂલાતની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. વસૂલાત માટે કડકાઈ વધારવાનું કારણ એ છે કે કરોડોના બાકી વીજ બિલના કારણે કંપનીની નાણાકીય સ્થિતિ કથળી રહી છે.
રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે. કોલસો ખરીદવા માટે ખાનગી કંપનીઓને પૈસા ચૂકવવા પડે છે. આ જ કારણ છે કે થોડા દિવસો પહેલા ઉર્જા મંત્રી નીતિન રાઉતે સ્પષ્ટ કર્યું હતું કે કોઈનું પણ વીજળી બિલ માફ કરવામાં આવશે નહીં.
એક તરફ કડક વસૂલાત, બીજી તરફ ગ્રાહક જાગૃતિ અભિયાન
આ પછી મહાવિતરણે ગ્રાહકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું. નોટીસ મોકલ્યા બાદ પણ બીલ નહીં ભરનારા ગ્રાહકોના મીટર અને વાયર જપ્ત કરવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. એક તરફ વીજ બિલની વસૂલાતમાં કડકાઈ શરૂ કરવામાં આવી રહી છે તો બીજી તરફ બિલની વસૂલાત માટે ગ્રાહક જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકો સાથે વારંવાર સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
મરાઠવાડાની જ વાત કરીએ તો લગભગ 15 હજાર કરોડનું વીજળીનું બિલ બાકી છે. મહાવિતરણની સમગ્ર ટીમ બીલ વસૂલવાના કામમાં લાગેલી છે. તેમ છતાં, ઘણી ઓછી સંખ્યામાં ગ્રાહકો પાસેથી વસૂલાત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો : Corona: મુંબઈમાં પાર્ટીઓ બંધ, ઈમારતો થશે સીલ, મહારાષ્ટ્રના મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને વ્યક્ત કરી ચિંતા