AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ટીપુ સુલતાન વિવાદ વચ્ચે સામે આવ્યું આદિત્ય ઠાકરેનું નિવેદન, કહ્યું- ‘હજુ આ જગ્યાનું નામ નક્કી નથી થયું’

મુંબઈના મલાડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું (sports complex) નામ ટીપુ સુલતાનના (Tipu Sultan) નામ પર રાખવાને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. જેનો ભાજપ વિરોધ કરી રહ્યું છે.

Maharashtra: ટીપુ સુલતાન વિવાદ વચ્ચે સામે આવ્યું આદિત્ય ઠાકરેનું નિવેદન, કહ્યું- 'હજુ આ જગ્યાનું નામ નક્કી નથી થયું'
Maharashtra Environment Minister Aaditya Thackeray (photo ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 2:45 PM
Share

મુંબઈના મલાડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું (sports complex) નામ ટીપુ સુલતાનના (Tipu Sultan) નામ પર રાખવાને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. જેનો ભાજપ વિરોધ કરી રહ્યું છે. જે બાદ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હજુ આ જગ્યાનું નામ નક્કી નથી થયું. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે, પ્રોજેક્ટ્સના સત્તાવાર નામોને આખરી ઓપ આપવાનું કામ BMCના કાર્યક્ષેત્રમાં આવે છે. મેયરે કહ્યું છે કે, તે પાર્કના સત્તાવાર નામ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. તે જ સમયે, સરકારના મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી ટીપુ સુલતાનના નામને લઈને કોઈ વિવાદ નથી, પરંતુ હવે ભાજપે પોતાના ગુંડા મોકલીને દેશને બદનામ કરવાનું કામ કર્યું છે.

ભાજપ, બજરંગ દળ (Bajrang Dal) અને અન્ય સંગઠનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુના નામ પર રાખવાનો વિરોધ કરી રહ્યા છે. મુંબઈ પોલીસે બજરંગ દળનો વિરોધ કરવા બદલ બજરંગ દળના કાર્યકરોની પણ અટકાયત કરી છે. તે જ સમયે, બીજેપી નેતાએ કહ્યું કે, આ મુંબઈની શાંતિ ડહોળવા માટે થઈ રહ્યું છે.

બજરંગ દળે કર્યું પ્રદર્શન

વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ટીપુ સુલતાનના નામકરણનો વિરોધ કર્યો હતો. મુંબઈ પોલીસે તેને રસ્તા પરથી ઝડપી લીધા હતા અને કસ્ટડીમાં લીધા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરાજ નાયરે મુંબઈ પોલીસ પર અસલમ શેખની પોલીસ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના યોગેશ વર્માએ જણાવ્યું હતું કે, પોલીસના ઘણા પ્રયત્નો પછી પણ ભાજપ અને અન્ય સંગઠનો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને મંત્રી અસલમ શેખને માલવાણીને પાકિસ્તાન ન બનવા દેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

સંકુલ તમામ ધર્મ કે જાતિના લોકો માટે ખુલ્લું છે

એક કાર્યક્રમમાં મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે, ‘છેલ્લા 15 વર્ષથી આ પાર્કનું નામ ટીપુ સુલતાન પર રાખવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી. વિપક્ષના નેતાએ સંકુલનું નામ ટીપુ સુલતાન રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. મારો પ્રશ્ન એ છે કે, શું તેઓ તેમની પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલરને રાજીનામું આપવા માટે કહેશે, જેમણે સૌપ્રથમ આ પ્રસ્તાવ મૂક્યો હતો?’ તેમણે કહ્યું, ‘હાલના બગીચાના નવીનીકરણના ભાગરૂપે, ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવી છે અને તેઓ બધા ધર્મ કે જાતિ માટે ખુલ્લા છે.’

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">