Maharashtra: 250થી વધુ કૂતરાઓના હત્યારા 2 વાનર પકડાયા, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 19, 2021 | 11:45 PM

ગ્રામજનોનું કહેવું છે કે વાંદરાઓ શાળાએ જતા બાળકોને પણ ઉપાડવાનું શરૂ કરી દીધું હતું, ત્યારબાદ તેઓએ ધારુર વન વિભાગનો સંપર્ક કર્યો અને તેમને આ બાબતની જાણ કરી.

Maharashtra: 250થી વધુ કૂતરાઓના હત્યારા 2 વાનર પકડાયા, જાણો શું છે સમગ્ર મામલો
The Forest Department has caught two monkeys who allegedly killed more than 250 dogs in Beed, Maharashtra.

Follow us on

વન વિભાગે મહારાષ્ટ્ર (Maharashtra) ના બીડમાં કથિત રૂપે 250 થી વધુ કૂતરાઓને મારનારા બે વાંદરાઓને પકડ્યા  (Monkey Captured) છે.  નાગપુર વન વિભાગની ટીમે બીડમાંથી કૂતરાઓને મારનાર વાંદરાઓને પકડી પાડ્યા છે. બીડ વન વિભાગના અધિકારી સચિન કાંડેએ જણાવ્યું કે બંને વાંદરાઓને નાગપુર લઈ જવામાં આવશે અને નજીકના જંગલમાં છોડી દેવામાં આવશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક કૂતરાઓએ વાંદરાના બાળકને મારી (Dog Killed Moneky’s Baby)  નાખ્યું હતું. જે બાદ વાંદરાઓએ કુતરાઓ સાથે બદલો લેવા માટે કથિત રીતે 250 જેટલા ગલુડિયાઓને મારી નાખ્યા હતા.

ગ્રામજનોનું કહેવું છે કે લાવુલ ગામમાં વાંદરાઓ તેમના બાળકો સાથે રહે છે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ મહિનામાં લંગુર દ્વારા ગલુડિયાઓને પકડીને ઊંચાઈ પરથી ફેંકી દેવાની (Monkey Killed 250 Dogs)  ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે લંગુર ગલુડિયાઓને ફેંકવા માટે ઊંચી જગ્યાએ લઈ જાય છે. વધુમાં તેમણે કહ્યું કે લંગુરોએ અત્યાર સુધીમાં લગભગ 250 કૂતરાઓને મારી નાખ્યા છે.

બે વાંદરાઓએ 250 કૂતરાઓનો લીધો જીવ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ગ્રામજનોનું કહેવું છે કે વાંદરાઓ શાળાએ જતા બાળકોને પણ ઉપાડવાનું શરૂ કરી દીધું હતું, ત્યારબાદ તેઓએ ધારુર વન વિભાગનો સંપર્ક કર્યો અને મામલાની જાણ કરી. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આના પર ઘણા પ્રકારના મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, હેશટેગ #MonkeyvsDog પણ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. બે વાંદરાઓએ 250થી વધુ ગલુડિયાઓને મારી નાખ્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. સાથે જ આ ઘટનાથી લોકો પણ હેરાન છે.

વન વિભાગે વાંદરાઓને પકડ્યા

વાંદરાઓ બદલો લેવા માટે 250 થી વધુ ગલુડિયાઓને ઊંચકીને ઊંચાઈથી ફેંકી શકે છે તે માનવું સરળ નથી. પરંતુ ઘણા અહેવાલોમાં એવું આપવામાં આવ્યું છે કે બે વાંદરાઓએ 250 થી વધુ ગલુડિયાઓને પોતાનો શિકાર બનાવ્યા. પોતાના બાળકના મોતનો બદલો લેવા માટે, વાંદરાએ મોટી સંખ્યામાં ગલુડિયાઓને શોધીને તેમને ઊંચી જગ્યાએથી નીચે ફેંકી દીધા. વન વિભાગને આ વાતની જાણ થતાં જ તેઓએ બંને વાંદરાઓની શોધખોળ શરૂ કરી હતી. તેઓ હવે પકડાઈ ગયા છે.

આ પણ વાંચો :  Mumbai Local: મુંબઈમાં સોમવાર સુધી ખોરવાયેલી રહેશે લોકલ ટ્રેન સેવાઓ, રેલવેએ ઘણી એક્સપ્રેસ ટ્રેનો કરી રદ, જાણો સંપૂર્ણ વિગત

Next Article