Loudspeaker Row: મનસે નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી હજુ પણ ફરાર, પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ

|

May 06, 2022 | 2:59 PM

મનસે પદાધિકારીઓ સંદીપ દેશપાંડે (Sandeep Deshpande) અને સંતોષ ધુરી (Santosh Dhuri) સામે સીઆરપીસીની કલમ 149 (કોગ્નિઝેબલ ગુનાઓ અટકાવવા) હેઠળ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

Loudspeaker Row: મનસે નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી હજુ પણ ફરાર, પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ
Sandeep Deshpande and Santosh Dhuri (File image)

Follow us on

મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનની ટીમે મનસે નેતા સંદીપ દેશપાંડેના (Sandeep Deshpande) ડ્રાઈવરની ધરપકડ કરી છે. જ્યારે દેશપાંડે અને સંતોષ ધુરી (Santosh Dhuri) ફરાર છે. મુંબઈ પોલીસે (Mumbai Police) બુધવારે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં મનસે નેતાઓ સંદીપ દેશપાંડે અને સંતોષ ધૂરી વિરુદ્ધ આઈપીસીની કલમ 353, 279, 336 હેઠળ કેસ નોંધ્યો છે. જે તેના ડ્રાઈવર સાથે ફરાર થઈ ગયા હતા. પોલીસે સંતોષ સલીલે નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. માહિતી અનુસાર, બુધવારે પુણે અને પાડોશી પિંપરી ચિંચવડમાં 200 મનસે કાર્યકર્તાઓ અને પાર્ટી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે થાણેમાં પાર્ટીના 12 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે શિવાજી પાર્ક વિસ્તારમાં ઠાકરેના ઘરની બહારથી પણ કેટલાક મનસે કાર્યકરોની અટકાયત કરી હતી. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પાર્ટીના કાર્યકર્તા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી વાહનમાં બેસીને તરત જ નીકળી ગયા હતા. મનસે કાર્યકરો સામે કાર્યવાહી કરતી વખતે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પડી ગયા હતા.

પોલીસે નોટિસ પાઠવી હતી

રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ મુંબઈમાં ઘણા વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને વાહનવ્યવહારમાં અવરોધ ન આવે તે માટે રોડ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. મનસે પદાધિકારીઓ સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી સામે સીઆરપીસીની કલમ 149 (કોગ્નિઝેબલ ગુનાઓ અટકાવવા) હેઠળ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રાજ ઠાકરેના ઘરની બહારથી થયા ફરાર

બુધવારે જ્યારે રાજ ઠાકરેને મળ્યા બાદ દેશપાંડે બહાર આવ્યા અને પત્રકારો સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે પોલીસની એક ટીમે તેમને અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો. જો કે, દેશપાંડે તરત જ કારમાં બેસી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ બુધવારે જણાવ્યું હતું કે અમે મુંબઈ પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ પાર્ટીના કુલ 58 કાર્યકરો અને પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. શહેરમાં પુરતો પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાને કારણે ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ન હતી.

આ તરફ રાજઠાકરે વિરુદ્ધ જાહેર થયું વોરંટ

મહારાષ્ટ્રના બીડની પરલી જિલ્લા અદાલતે 2008ના એક કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ ઠાકરે દ્વારા લાઉડસ્પીકર વિવાદને લઈને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Next Article