AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાન ચાલીસા વિવાદ : સાંસદ નવનીત રાણાની ધરપકડથી મામલો ગરમાયો, લોકસભા સચિવાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો અહેવાલ

Hanuman Chalisa Row: અમરાવતીના સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તે શિવસેનામાં 'હિંદુત્વ'ની ભાવના જગાવવા માગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.

હનુમાન ચાલીસા વિવાદ : સાંસદ નવનીત રાણાની ધરપકડથી મામલો ગરમાયો, લોકસભા સચિવાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો અહેવાલ
Hnuman Chalisa Controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:29 AM
Share

Maharashtra : લોકસભા સચિવાલયે સોમવારે અમરાવતીના સાંસદ નવનીત રાણાની (Navneet Rana) ધરપકડ અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી 24 કલાકની અંદર તથ્યાત્મક રિપોર્ટ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી ઘણો વિવાદ (Hanuman Chalisa Controversy)  થયો હતો અને આ સંબંધમાં મુંબઈ પોલીસે (Mumbai Police) પતિ-પત્ની સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો છે અને FIR નોંધ્યા બાદ તેમની ધરપકડ કરી છે.

ANI અનુસાર લોકસભા સચિવાલય દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 25 એપ્રિલના રોજ મળેલા ઈમેલ/ફરિયાદની નકલ સાંસદ નવનીત રવિ રાણા પાસેથી પ્રાપ્ત થઈ છે, જેમાં આરોપ છે કે મુંબઈના ખાર પોલીસ દ્વારા તેની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવે છે. આથી લોકસભા અધ્યક્ષે મહારાષ્ટ્ર સરકારને 24 કલાકની અંદર સચિવાલયમાં તથ્યાત્મક અહેવાલ (Factual Report)  રજુ કરવા કહેવામાં આવ્યુ છે.

ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો : નવનીત રાણા

અમરાવતીના સાંસદ નવનીત રાણાએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન બહાર “હનુમાન ચાલીસા” ના ઉચ્ચારણ કરીને તેઓ શિવસેનામાં ‘હિંદુત્વ’ની ભાવના જગાવવા માંગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.તમને જણાવી દઈએ કે, સાંસદ-ધારાસભ્ય દંપતીની બે દિવસ પહેલા રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બાંદ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાલમાં ધારાસભ્ય રવિ રાણા તળોજા જેલમાં અને સાંસદ નવનીત રાણા ભાયખલા જેલમાં બંધ છે.

આ કારણે વિવાદ વણસ્યો

ગયા અઠવાડિયે શનિવારે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએદંપતી ‘માતોશ્રી’ ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના બનાવી, ત્યારબાદ તેમના નિવાસસ્થાનની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ.બાદમાં રાજકીય દંપતીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Heat Wave: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધશે ગરમીનો પારો

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના બ્રાંસ્કમાં યુક્રેનની જબરદસ્ત કાર્યવાહી, મિસાઈલ હુમલો કરીને ઓઈલ ડેપોને ઉડાવ્યા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">