AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Lockdown: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, મુંબઈમાં ફરી લાગી શકે છે લોકડાઉન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પાસે મેડિકલ ઓક્સિજનનો સ્ટોક વધારે નથી. આવી સ્થિતિમાં જો કોરોના સંક્રમણ ફરી ઝડપથી વધવા માંડે તો રાજ્ય સરકાર પાસે ફરી એકવાર કડક લોકડાઉન લાદવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.

Maharashtra Lockdown: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, મુંબઈમાં ફરી લાગી શકે છે લોકડાઉન
CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 8:01 PM
Share

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું (CM Uddhav Thackeray) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ફરી એક વખત રાજ્યમાં કડક લોકડાઉનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો ભીડ આ રીતે વધતી રહેશે અને કોરોનાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) અપેક્ષા કરતા વહેલી આવી જશે. આવી પરીસ્થિતિમાં કડક લોકડાઉન લગાવવું જરૂરી રહેશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમારી પાસે મેડિકલ ઓક્સિજનનો સ્ટોક બહુ વધારે નથી. આવી પરીસ્થિતિમાં જો કોરોના સંક્રમણ ઝડપથી વધવા માંડે તો રાજ્ય સરકાર પાસે ફરી એકવાર કડક લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. મુખ્યમંત્રીએ આજે ​​(શનિવાર, 21 ઓગસ્ટ) સાન્તાક્રુઝ, મુંબઈ ખાતે બાળકો માટે કોવિડ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી.

જો કોરોનાની ત્રીજી લહેર આવે તો લોકડાઉન લગાવવું પડશે

સીએમ ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું  હતું કે કેવી પરિસ્થીતીમાં લોકડાઉનની જરૂરિયાત ઊભી થશે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો કડક લોકડાઉન લગાવવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે રાજ્યમાં કોવિડ દર્દીઓની સારવાર માટે 700 મેટ્રિક ટન સુધી ઓક્સિજનની જરૂરિયાત ઉભી થશે તો તે સમયે લોકડાઉન લગાવવું જરૂરી બનશે. ‘આ ભીડ ભેગી કરવી યોગ્ય નહીં, જો લોકડાઉન ટાળવું હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી છે’.

સ્થળે સ્થળે વધતી ભીડ અંગે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું “આ ભીડ યોગ્ય નથી. તમામ સાવચેતીઓને ધ્યાનમાં રાખીને અમે અર્થવ્યવસ્થાના ચક્રને ગતિશીલ રાખવાના હેતુથી પ્રતિબંધોને હળવા (Relaxations in restrictions) કર્યા છે. કોઈ પણ રાજકીય હિત માટે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત ન કરવી જોઈએ. આ હું અપીલ કરું છું. ”

‘રાજકીય હિત માટે લોકોના જીવ જોખમમાં ના મુકો’

આ પ્રસંગે ભાજપ દ્વારા શરૂ થયેલી જન આર્શીવાદ યાત્રા તરફ આડકતરી રીતે ઈશારો કરતાં તેમણે કહ્યું કે “તમામ રાજકીય પક્ષો, તેમજ ધાર્મિક અને સામાજિક સંગઠનોને મારું આહ્વાન છે કે જે કામથી લોકોના જીવ જોખમમાં મુકાય તે કામ કરવાથી બચવું. કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી. જો આપણે નિયમોનું પાલન નહીં કરીએ તો ત્રીજી લહેર અપેક્ષા કરતા વહેલી આવશે. આવી પરીસ્થિતિમાં કડક લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ બચશે. ”

મુખ્યમંત્રીના હસ્તે આજે આરોગ્ય સેવાઓને લગતી બે સંસ્થાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં એક બાળકો માટેનું કોવિડ સેન્ટર પણ છે. બાળકો માટે ખોલવામાં આવેલા આ કોવિડ સેન્ટરમાં બાળકોને રમવા માટે પ્લે ઝોન પણ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હવે વિદ્યાર્થીઓને જલવાયુ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મળશે ઇન્ટર્નશિપ કરવાની તક, જાણો સમગ્ર વિગતો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">