Corona Update : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ રફ્તાર પકડી,એક દિવસમાં 263થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

|

May 14, 2022 | 9:09 AM

રાજ્યમાં (Maharashtra) અત્યાર સુધીમાં 8 કરોડ 5 લાખ 9 હજાર 470 લોકોના સેમપ્લનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જો કે રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે, છતાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Corona Update : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ રફ્તાર પકડી,એક દિવસમાં 263થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા
Increase Corona Cases in Maharashtra

Follow us on

Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાએ (Corona) ફરી એકવાર માથુ ઉંચક્યુ છે. શુક્રવારે રાજ્યમાં 263 નવા કેસ નોંધાયા હતા.જ્યારે 240 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ઉપરાંત એક જ દિવસમાં 2 લોકોના કોરોનાને કારણે (Corona Case)મોત થયા છે. ગુરુવારે કોરોનાના 231 નવા કેસ નોંધાયા હતા અને 208 લોકો કોરોનાથી સાજા થયા હતા. શુક્રવારે બે લોકોના મોત બાદ રાજ્યનો મૃત્યુદર હાલમાં 1.87 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લાખ 31 હજાર 29 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આ રીતે રાજ્યમાં હાલમાં રિકવરી રેટ 98.11 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની એક્ટિવ સંખ્યા(Corona Active case)1455 છે. તેમાંથી સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ માત્ર મુંબઈમાં છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ પછી કોરોનાના મામલામાં પૂણેનો નંબર આવે છે. પુણેમાં (Pune) હાલમાં 266 સક્રિય દર્દીઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 કરોડ 5 લાખ 9 હજાર 470 લોકોનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે, તેમ છતાં તે હાલમાં નિયંત્રણમાં છે.

ફરી કોરોનાએ માથું ઉંચક્યુ

દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો, કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં 2 હજાર 841 નવા કોરોના કેસ નોંધાયા છે. જો તમે તેની એક દિવસ પહેલાની સાથે સરખામણી કરો તો તેમાં 0.49 ટકાનો વધારો જોવા મળે છે. એ જ રીતે દેશભરમાં કોરોનાને કારણે એક દિવસમાં 9 લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ગુરુવારે દેશમાં 2 હજાર 827 નવા કેસ નોંધાયા અને 24 લોકોના મોત થયા. શુક્રવારે દર્દીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરોના કેસ વધતા આરોગ્ય તંત્રની વધી ચિંતા

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4 કરોડ 31 લાખ 16 હજાર 254 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 190 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની કુલ સંખ્યા 19 હજાર છે. કુલ સંક્રમિતોમાંથી 0.04 ટકા સક્રિય કોરોના દર્દીઓ છે. હાલમાં દેશમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા છે.

Published On - 9:09 am, Sat, 14 May 22

Next Article