Maharashtra : મુંબઈમાં આજે કિસાન મહાપંચાયત, શું ખેડુત આંદોલનને અપાશે નવી ધાર ?

|

Nov 28, 2021 | 9:30 AM

આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતો અને મજૂરોની મહાપંચાયત થશે. યુનાઈટેડ કિસાન મોરચાના આગેવાનો આ મહાપંચાયતનુ સંબોધન કરશે.

Maharashtra : મુંબઈમાં આજે કિસાન મહાપંચાયત, શું ખેડુત આંદોલનને અપાશે નવી ધાર ?
Kisan Mahapanchayat

Follow us on

Mumbai : ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ત્યારે રવિવારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની (Jyotirao Phule)પુણ્યતિથિ નિમિતે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતો (Farmer) અને મજૂરોની મહાપંચાયત થવા જઈ રહી છે. જેમાં 100 થી વધુ સંસ્થાઓ સામેલ થશે. યુનાઈટેડ કિસાન મોરચાના આગેવાનો આ મહાપંચાયતને સંબોધન કરશે.

શિયાળુ સત્રમાં કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે લોકસભામાં બિલ રજુ કરવામાં આવશે

ઉપરાંત સોમવારે સંસદના શિયાળુ સત્રની(Monsoon Session) શરૂઆતમાં કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે લોકસભામાં ‘એગ્રીકલ્ચર લોઝ રિપીલ બિલ 2021’ બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારના કહેવા પ્રમાણે, ખેડૂતોનો એક નાનો સમૂહ જ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ વિકાસ માટે બધાને સાથે લઈને ચાલવું એ સમયની જરૂરિયાત છે, તેથી આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ આ બિલને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર રજૂ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લોકશાહીમાં બંને પક્ષોને સાંભળવું ખૂબ જ જરૂરી

યુનાઈટેડ કિસાન મોરચાએ વાતચીતથી ભાગવા બદલ સરકારની નિંદા કરતા કહ્યું કે, લોકશાહીમાં (Democracy)બંને પક્ષોને સાંભળવું ખૂબ જ જરૂરી છે. આ માટે સરકારે ખેડૂતો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને યોગ્ય ઉકેલ શોધવો જોઈએ. પરંતુ સરકાર આવું કરી રહી નથી.

ટ્રેક્ટર રેલી યોજાશે નહીં

તમને જણાવી દઈએ કે, શનિવારે સિંઘુ બોર્ડર પર (Sindhu Border)યોજાનારી સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠકમાં, 29 ડિસેમ્બરના ના રોજ ખેડૂતોની સંસદ કૂચનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી મહાપંચાયતમાં ટ્રેક્ટર રેલી ન કાઢવા પર સહમતી સધાઈ હતી. તમને જણાવી દઈએ કે, 26મી નવેમ્બરે ખેડૂતોના વિરોધને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોએ 29મી નવેમ્બરે સંસદ તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : મહારાષ્ટ્રમાં લગ્ન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જો નહીં પાળો નિયમ તો થશે દંડ

આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Published On - 9:28 am, Sun, 28 November 21

Next Article