AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે દેશની પ્રથમ ડીજીટલ બસ સેવા, જાણો કેવી હશે સુવિધા

બેસ્ટની બસોમાં મુસાફરી કરતા લાખો લોકોને મુસાફરી સમયે ટિકિટ મેળવવાની તકલીફનો સામનો કરવો પડે છે અથવા ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. ડિજીટલ બસ મુસાફરોની આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે.

મુંબઈમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે દેશની પ્રથમ ડીજીટલ બસ સેવા, જાણો કેવી હશે સુવિધા
BEST Digital Bus Service (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 10:16 PM
Share

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરરોજ લાખો લોકો બેસ્ટ બસમાં (BEST BUSES) મુસાફરી કરે છે. હવે આ બસો બહુ જલ્દી ડિજિટલ બસમાં (Digital Bus Services) પરિવર્તિત થવા જઈ રહી છે અને સાથે મુંબઈ દેશનું પહેલું શહેર હશે જ્યાં આવી બસો દોડશે. ચલો એપની સુવિધા શરૂ કર્યા બાદ હવે બેસ્ટે ડિજીટલાઇઝેશન તરફ વધુ એક પગલું ભર્યું છે. બેસ્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે બેસ્ટ ટેપ ઇન ટેપ આઉટ (Best tap in tap out) ની સુવિધા શરૂ કરવામાં આવી છે. પોતાના મુસાફરો માટે મુસાફરી સરળ બનાવવા માટે બેસ્ટ હંમેશા નવી નવી સુવિધાઓ પ્રદાન કરતું આવ્યું છે.

મુસાફરોની સુવિધા માટે બેસ્ટ નવી એક સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ સેવાનું નામ “Tap in Tap Out” હશે. છૂટ્ટા પૈસાની સમસ્યાને ઉકેલવા માટે, બેસ્ટ હવે “ટેપ ઇન ટેપ આઉટ” નામની નવી સુવિધા રજૂ કરશે. બેસ્ટ ડિજિટલ ટેક્નોલોજી પર ધ્યાન આપી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા હેઠળ મુસાફરો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.

ટિકિટ મેળવવી થશે સરળ

બેસ્ટની બસોમાં મુસાફરી કરતા લાખો લોકોને મુસાફરી સમયે ટિકિટ મેળવવાની તકલીફનો સામનો કરવો પડે છે અથવા ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. ડિજીટલ બસ મુસાફરોની આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. બેસ્ટની બસો હવે ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આ બસોમાં આધુનિક ટિકિટિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે, જ્યાં મશીન પર માત્ર એક જ સ્માર્ટ કાર્ડને ટેપ કરવાનું રહેશે અને મુસાફરોની ટિકિટ તરત જ બુક થઈ જશે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ટિકિટ મશીનો બસના બંને ગેટ પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં મુસાફરો બસમાં ચઢતી અને ઉતરતી વખતે તેમના સ્માર્ટ કાર્ડને મશીન સાથે ટેપ કરશે અને તેમનું મુસાફરી ભાડું કાર્ડમાંથી કાપવામાં આવશે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે.

શરૂઆતમાં, આ સમગ્ર મુંબઈમાં ‘રિંગ રૂટ્સ’ પર દોડશે. મિની અને ટેમ્પો ટ્રાવેલર્સ સહિત લગભગ 600 એર-કન્ડિશન્ડ બસો છે જે ટાપુ શહેર અને ઉપનગરોમાં રિંગ રૂટ પર ચાલે છે. રીંગ રૂટ પર દોડતી આ બસો એસી બસ માટે રૂ. 6 અને નોન એસી બસ માટે રૂ. 5 નું નિશ્ચિત ભાડું વસૂલ કરે છે. બસોમાં રીડર મશીન હશે જે NCMC કાર્ડ અને ચલો મોબાઈલ એપ પર ખરીદેલ ટિકિટ બંને વાંચી શકશે.

આ પણ વાંચો :  Maharashtra: આંતરરાષ્ટ્રીય વિશ્વ હીન્દુ પરીષદના નેતા પ્રવીણ તોગડીયાનો લાઉડ સ્પીકર વિવાદ પર તીખો હુમલો, પુછ્યો આ સવાલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">