Maharashtra Rain: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસરને કારણે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, 4 દિવસ માટે ચેતવણી જાહેર

|

Sep 26, 2021 | 5:22 PM

26 સપ્ટેમ્બરે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, વિદર્ભના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. ઓરંગાબાદ અને જાલનામાં 27 મી સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 28 સપ્ટેમ્બરે નંદુરબાર, ધુલે, જલગાંવ, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

Maharashtra Rain: ચક્રવાતી તોફાન ગુલાબની અસરને કારણે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, 4 દિવસ માટે ચેતવણી જાહેર
27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડશે

Follow us on

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા તૈયાર થયો હતો, તે હવે ‘ગુલાબ’ ચક્રવાતના રૂપમાં તીવ્ર બન્યો છે. આજે (26 સપ્ટેમ્બર, રવિવાર) તેની અસર ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા જઈ રહી છે. ગુલાબ ચક્રવાતની અસર મહારાષ્ટ્ર થઈને સમગ્ર અરબી સમુદ્રમાં પણ દેખાશે. જેના કારણે આજે ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે.

સોમવાર (27 સપ્ટેમ્બર) થી વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. આ રીતે, 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદનુ જોર યથાવત રહેશે. અહીં બીડના માજલગાંવ તાલુકામાં મુશળધાર વરસાદને કારણે પુસરા નદીમાં પૂર આવ્યું છે. સોલાપુર, હિંગોલી અને અકોલામાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે. જે સમયે સોયાબીન સંપૂર્ણપણે તૈયાર થઈ ચુક્યું હતું, ત્યારે મુશળધાર વરસાદથી ખેડૂતો માટે સંકટ સર્જાયું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રમાં ‘ગુલાબ’ ચક્રવાતની અસર રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ પાસેના દરિયાના ઉત્તરીય તટીય ભાગોમાં, તેલંગાણા, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓડિશામાં ભારે વરસાદ પડશે. 27 સપ્ટેમ્બરે વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, ઓડિશા, મરાઠવાડા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આવતીકાલે એટલે કે સોમવારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા સ્થળોએ મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD) ના નિષ્ણાત કે.એસ. હોસાલીકરનું અનુમાન

27-28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે

ઓરંગાબાદ અને જાલનામાં 27 મી સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 28 સપ્ટેમ્બરે નંદુરબાર, ધુલે, જલગાંવ, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

હવામાન વિભાગ અનુસાર 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ક્યાં, કેટલો વરસાદ પડશે.

26 સપ્ટેમ્બરે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડાના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ જોવા મળશે. વિદર્ભ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. 27 સપ્ટેમ્બરે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.

28 સપ્ટેમ્બરે પણ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. આ સાથે, ઉત્તરીય દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ઝડપથી પવન ફૂંકાશે. 29 સપ્ટેમ્બરે કોંકણ, ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉત્તરી તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે.

 

આ પણ વાંચો :  દિલ્હીમાં અમિત શાહ અને CM ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક પૂર્ણ, નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે ઉદ્ધવે સહાયની કરી માગ !

Next Article